Mon, Nov 16, 2026Updated 02:17 PM IST
Google Preferred Source CTA

દિવાળી સ્પેશિયલ રંગોળી ગાઇડ:ઘરની રોનક વધારવા માટે ફ્લોરલ, મોર અને કમળની ઈઝી ડિઝાઈન્સ; જુઓ યુનિક આઈડિયાઝ

9 દિવસ પેહલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

દિવાળીનો તહેવાર ઘરના ખૂણે-ખૂણાને રોશની અને રંગોથી ભરી દે છે. ક્યાંક દીવાઓની ઝગમગાહટ મન મોહી લે છે, તો ક્યાંક ફૂલોની સુગંધ અને વાનગીઓની મીઠાશ તહેવારનો અહેસાસ કરાવે છે. આ બધાની વચ્ચે ઘરના આંગણા કે દરવાજા પર બનેલી રંગોળી ઉત્સવની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. રંગબેરંગી રંગો, ફૂલો અને સુંદર આકૃતિઓથી સજેલી રંગોળી માત્ર ઘરને ખાસ લુક જ નથી આપતી, પરંતુ શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે.

Loading advertisement...

જો આ દિવાળીએ તમે પણ તમારા ઘરને કંઈક અલગ અને સુંદર અંદાજમાં સજાવવા માંગતા હોવ, તો રંગોળીના નવા ને શ્રેષ્ઠ ડિઝાઈન અજમાવી શકો છો. પરંપરાગત ફૂલો અને દીવા વાળી રંગોળીથી લઈને કમળ, મોર અને ભૌમિતિક આકૃતિઓ સુધી, તમારી પાસે પસંદ કરવા માટે કેટલાય વિકલ્પો છે.

ખાસ વાત એ છે કે સુંદર રંગોળી બનાવવા માટે બહુ વધારે સમય કે કોઈ ખાસ કૌશલ્યની જરૂર નથી. થોડીક કલ્પનાશીલતા અને રંગોના સાચા મેળથી તમે તમારા ઘરના પ્રવેશદ્વારને પણ આકર્ષક બનાવી શકો છો.

ચાલો, જોઈએ રંગોળીની કેટલીક સુંદર ડિઝાઈન, જે આ દિવાળીએ તમારા ઘરની રોનક વધારી દેશે.

Loading advertisement...

.
Loading advertisement...