Thu, Nov 26, 2026Updated 08:57 PM IST
Google Preferred Source CTA

બોલિવૂડમાં અક્ષય કુમારનો બોયકોટ!:'કોફી વિથ કરણ'માં એક્ટરનું દર્દ છલકાયું; પત્ની ટ્વિંકલે અનુપ જલોટા સાથે સરખાવ્યો, મફતમાં કામ કરવા પર ટોણો માર્યો

6 કલાક પેહલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

'કોફી વિથ કરણ'ની છેલ્લી સિઝનમાં બોલિવૂડના 'ખિલાડી કુમાર'નું દર્દ છલકાયું છે. અક્ષય કુમારે જણાવ્યું છે કે, તેના એક નિયમના લીધે મેકર્સ તેને કાસ્ટ નથી કરી રહ્યા. અક્ષય શોમાં જેન-ઝીના ફેવરેટ એક્ટર અને યુપીના ગોરખપુરના સાંસદ રવિ કિશન સાથે પહોંચ્યો હતો. શોમાં અક્ષયની પત્ની ટ્વિંકલે તેને સિંગર અનુપ જલોટા સાથે સરખાવ્યો અને મફતમાં કામ કરવા પર ટોણો પણ માર્યો.

Loading advertisement...

'ઘણા લોકો મને કાસ્ટ કરવા માગતા નથી'

કરણ જોહરનો પ્રસિદ્ધ ચેટ શો ‘કૉફી વિથ કરણ’ 22 વર્ષના લાંબા સફર બાદ બંધ થવા જઈ રહ્યો છે. શોની 9મી અને અંતિમ સિઝનમાં અક્ષય કુમાર અને રવિ કિશન ગેસ્ટ બન્યા હતા. બંનેની જોડીએ દર્શકોને ખૂબ હસાવ્યા. જોકે, શોમાં અક્ષયે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા અંગે કેટલાક ખુલાસા પણ કર્યા. જ્યારે કરણ જોહરે અક્ષય કુમારના વખાણ કરતા કહ્યું કે, તે નવા ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સનું ધ્યાન રાખે છે, ત્યારે અક્ષયે કહ્યું કે, 'એમાં એ પણ સત્ય છે કે ઘણા બધા મોટા લોકો મને કાસ્ટ કરવા માંગતા નથી.'

અક્ષય કુમારે 8 કલાકની શિફ્ટ વિશે વાત કરી.
Loading advertisement...

અક્ષયે કહ્યું કે, 'હું માત્ર 8 કલાક કામ કરું છું, પરંતુ તેઓ (ફિલ્મ મેકર્સ) એ ભૂલી જાય છે કે આ 8 કલાકમાં હું પોતાની વેનિટી વેનમાં પણ જતો નથી.' અક્ષયે જણાવ્યું કે, લોકો તેને સુંદર અને જોશથી ભરેલો જોવા માગે છે, થાકેલો નથી. તેથી તે માત્ર 8 કલાક કામ કરે છે, 8 કલાક સૂવે છે અને બાકીનો સમય પરિવાર સાથે, જમવામાં અને પોતાના શરીરની સંભાળ રાખવામાં વિતાવે છે.

રવિ કિશન અને અક્ષય કુમારે ચાહકોના દિલ જીત્યા.

રવિ કિશને અક્ષયના વખાણ કર્યા

રવિ કિશને પણ મિત્ર અક્ષયના વખાણ કરતા કહ્યું કે, 'અક્ષય આ 8 કલાકમાં પોતાનું બેસ્ટ આપે છે. હું અત્યારસુધીમાં અક્ષય સાથે 4 ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છું. અક્ષય એટલી ઝડપથી કામ કરે છે અને એ દરમિયા તે પોતાનું આખું જીવન કામને સમર્પિત કરી દે છે. તે પ્રોડ્યુસર્સના પૈસા પણ બચાવે છે. આ રીતે તમે અક્ષય કુમાર બનો છો. તેમના કારણે ઘણા બધા લોકોને નોકરી મળે છે, કારણ કે યુનિટમાં સામાન્ય રીતે 300-400 લોકો હોય છે. પ્રોડ્યુસર્સ પણ ખુશ રહે છે, કારણ કે તેમના પૈસા ડૂબતા નથી. તેઓ પોતાની ફિલ્મો લગભગ 55 દિવસમાં પૂરી કરી લે છે.'

રવિ કિશને અક્ષય કુમારને પોતાનો સિગ્નેચર સ્ટેપ શીખવ્યો.

કરણ જોહરે દીપિકાની 8 કલાક શિફ્ટની માગને ટેકો આપ્યો

રવિ કિશનની વાતમાં ટાપસી પુરાવતા અક્ષયે કહ્યું કે, 'કેટલાક લોકો મને પૂછે છે કે હું 60-65 દિવસમાં ફિલ્મો કેવી રીતે પૂરી કરી લઉં છું? મેં હાલમાં જ ક્રિસ્ટોફર નોલન (પ્રખ્યાત હોલિવૂડ ફિલ્મ મેકર)નો ઇન્ટરવ્યૂ વાંચ્યો અને કદાચ તેઓ એક ફિલ્મ પૂરી કરવામાં 90 દિવસથી વધુ સમય લેતા નથી. ટોમ ક્રુઝે પણ 'મિશન ઇમ્પોસિબલ' 55 દિવસમાં પૂરી કરી હતી. મને સમજાતું નથી કે લોકો મને શા માટે પૂછે છે કે, ‘તું આટલી બધી ફિલ્મો કેમ કરે છે? કામ નહીં કરું તો શું કરીશ?’

દીપિકા પાદુકોણની હકાલપટ્ટી બાદ ‘સ્પિરિટ’માં તૃપ્તિ ડિમરીની એન્ટ્રી થઈ છે.

શોના હોસ્ટ કરણ જોહરે પણ અક્ષયની વાતને ટેકો આપતા કહ્યું કે, દીપિકા પાદુકોણે પણ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો. જો મેલ સ્ટારને 8 કલાકની શિફ્ટ કરવાની છૂટ છે તો ફીમેલ સ્ટારને કેમ નહીં? નોંધનીય છે કે, સાઉથ ફિલ્મમેકર સંદીપ રેડ્ડી વાંગાએ 'સ્પિરિટ' ફિલ્મમાંથી દીપિકાને કથિત 8 કલાકની શિફ્ટની માગના લીધે કાઢી મૂકી હતી.

ટ્વિંકલે અક્ષયની બોલતી બંધ કરી

એક તરફ અક્ષય કુમારે ઇન્ડસ્ટ્રીની વર્કિંગ સ્ટાઇલ પર ખૂલીને વાત કરી, તો બીજી તરફ તેની પત્ની અને એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાએ તેની બોલતી બંધ કરાવી દીધી. શોના એક સેગમેન્ટ દરમિયાન અક્ષયે ટ્વિંકલને કોલ કર્યો. તેણે ફોન સ્પીકર પર રાખ્યો હતો. આ વાતથી અજાણ ટ્વિંકલે મસ્તી-મસ્તીમાં અક્ષયનો સારો એવો ક્લાસ લઈ લીધો.

કોલ ઉઠાવતા જ ટ્વિંકલે કહ્યું, ‘હું આખી રાત બરાબર ઊંઘી શકી નહીં. પછી તેં મને સવારે વહેલી ઉઠાડી દીધી. ભલા સવારે 6 વાગ્યે કોણ ભજન વગાડે છે? અને એની ઉપરથી તું એટલા જોરથી ગાઈ રહ્યો હતો, જાણે તું અનુપ જલોટા હોય. મેં તને કેટલી વાર કહ્યું છે કે, ઓછામાં ઓછું બાથરૂમનો દરવાજો તો બરાબર બંધ કરતો જા.’

ટ્વિંકલની વાત સાંભળીને કરણ જોહર ખડખડાટ હસી પડ્યો.

આ પછી ટ્વિંકલે અક્ષયને પૂછ્યું કે, તે ક્યાં છે. અક્ષયે જણાવ્યું કે તે 'કૉફી વિથ કરણ'ના સેટ પર છે. આના પર ટ્વિંકલે કહ્યું કે, તાજેતરમાં જ તેની કરણ જોહર સાથે વાત થઈ હતી અને કરણે તેને શોના રેપિડ ફાયર રાઉન્ડને જજ કરવા માટે બોલાવી હતી.

બાદમાં ટ્વિંકલે એ જાણીને નવાઈ વ્યક્ત કરી કે, અક્ષય શોમાં કોઈ પણ ફી વગર આવ્યો છે. તેણે મજાકમાં કહ્યું, 'મને તો ખબર જ નહોતી કે તું આજે શોમાં જઈ રહ્યો છે. શું? તું આ શો મફતમાં કરી રહ્યો છે? મને તો ખૂબ જ નવાઈ લાગી રહી છે.'

કરણ જોહરે પણ ટ્વિંકલ સાથે રમુજી ગપશપ કરી.

આના પર કરણ જોહર પણ મજાકમાં બોલ્યો કે, 'અરે વાહ! તો શું તને દરેક વસ્તુ માટે પૈસા જોઈએ છે?'

અક્ષય કુમાર અને રવિ કિશનની જોડીએ દર્શકોને ખૂબ હસાવ્યા. સાથે જ ટ્વિંકલ સાથેની ખાટી-મીઠી નોંકઝોકે પણ હળવો માહોલ ઊભો કર્યો.

.
Loading advertisement...