Mon, Nov 16, 2026Updated 02:33 PM IST
Google Preferred Source CTA

અયોધ્યા ગાઇડ
પાર્ટ-2...રામલલ્લા સુધી કેવી રીતે પહોંચવું?:એ બધું, જે તમે જાણવા માગો છો; 5 શહેરમાંથી ફ્લાઇટ, 100 દિવસમાં 1000 ટ્રેન દોડશે

અયોધ્યા3 વર્ષ પેહલાલેખક: દેવાંશુ તિવારી
Loading advertisement...

'આ મારા જીવનમાં આવો મારો પહેલો અનુભવ છે. પ્રથમ વખત ફ્લાઇટમાં મુસાફરી કરવાનો ખુબ જ આનંદ થયો છે. દોઢ કલાકની યાત્રા દરમિયાન અમે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. શ્રી રામનું નામ લઈને આવ્યા છીએ. હું ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું કે હું અયોધ્યાની પ્રથમ ફ્લાઈટમાં બેસીને આવી છું.'

Loading advertisement...

ગળામાં કેસરી ખેસ સાથે નેહા ભારદ્વાજ આ વાત કહી રહી હતી ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશી દેખાતી હતી. નેહા એ 97 લોકોમાં સામેલ છે જેઓ દિલ્હીથી અયોધ્યાની પ્રથમ ફ્લાઈટમાં સવાર હતા. તારીખ હતી 30 ડિસેમ્બર, 2023.

30 ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીએ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પછી તરત જ દિલ્હીથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઇટે ઉડાન ભરી.

આ સાથે રામમંદિરના લોકાર્પણના 23 દિવસ પહેલાં અયોધ્યા હવાઈ સેવા સાથે કનેક્ટ થઈ ગઈ. દિલ્હી ઉપરાંત મુંબઈ અને અમદાવાદ માટે પણ ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. અયોધ્યાને દેશ સાથે જોડવાની યોજનાનો આ માત્ર એક ભાગ છે. રેલવે અને રોડવેઝે પણ આવી જ તૈયારીઓ કરી રાખી છે.

Loading advertisement...

જીવન 22 જાન્યુઆરી, 2024ના રોજ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થશે. અયોધ્યા ગાઇડ સિરીઝની પ્રથમ સ્ટોરીમાં તમને અયોધ્યાની સંપૂર્ણ વાર્તા જાણવા મળી. આ સ્ટોરીમાં રામલલ્લાના દર્શન કરવા હોય તો અયોધ્યા કેવી રીતે જવું તે જાણો.

સૌથી પહેલા હવાઈ માર્ગ મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓપરેશનલ, બે વર્ષમાં 80 શહેરો સાથે જોડાશે આ એરપોર્ટ રામાયણની થીમ પર બનાવવામાં આવ્યું છે. હાલમાં અહીંથી દિલ્હી, અમદાવાદ અને મુંબઈ માટે ફ્લાઈટ મળશે. દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે. 15 જાન્યુઆરીથી મુંબઈની ફ્લાઈટ્સ શરૂ થશે. રામજન્મભૂમિથી એરપોર્ટ માત્ર 10 કિમી દૂર છે, એટલે કે રામલલ્લાના દર્શન કર્યા પછી અડધા કલાકમાં એરપોર્ટ પહોંચી શકાય છે.

જન્મભૂમિથી એરપોર્ટ સુધી રિક્ષાનું ભાડું 100 રૂપિયા અને ઈ-રિક્ષાનું ભાડું 50 રૂપિયા છે. અયોધ્યાને એરપોર્ટ સાથે સીધા જોડવા માટે એક નવો ફ્લાયઓવર પણ બનાવવામાં આવી રહ્યો છે. તે 2024ના અંત સુધીમાં તૈયાર થઈ જશે.

એરલાઇન કંપની ઇન્ડિગોએ આગામી 2 વર્ષમાં અયોધ્યા એરપોર્ટને દેશના 80 મોટા શહેરો સાથે જોડવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પછી અહીંથી દરરોજ 600 લોકો ઉડાન ભરી શકશે. મુસાફરો માટે એરપોર્ટ પર VIP લોન્જ એન્ડ વેઈટિંગ એરિયા, 9 ચેક-ઈન કાઉન્ટર અને 3 કન્વેયર બેલ્ટ બનાવવામાં આવ્યા છે. ટર્મિનલ વિસ્તારમાં દિવ્યાંગો માટે અલગ રેમ્પ છે. કાર, બસ અને ટેક્સી માટે અલગ પાર્કિંગ એરિયા છે.

અમે અયોધ્યા એરપોર્ટ પર ઈન્ડિગોના મેનેજર સુધીર ગુપ્તા સાથે વાત કરી. તેઓ જણાવે છે, 'રામ મંદિરના લોકાર્પણ પહેલા દિલ્હીથી અયોધ્યાની ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે અમારી ફ્લાઇટમાં પેસેન્જર્સને હેલોને બદલે જય શ્રી રામ કહેવામાં આવે છે.

અયોધ્યાના રહેવાસી પ્રાંજલ શુક્લા દિલ્હીમાં એક ફિલ્મ પ્રોડક્શન હાઉસમાં કામ કરે છે. તેઓ કહે છે, 'દિલ્હી જવા માટે અમૌસી એરપોર્ટથી ફ્લાઈટ પકડવી પડી હતી. અયોધ્યાથી લખનઉ જવામાં જેટલો સમય લાગતો હતો. હવે હું અડધા સમયમાં દિલ્હી પહોંચી જાઉ છું. એરપોર્ટના નિર્માણ બાદ એકદમ સુવિધાજનક બની ગયું છે.'

રેલ રૂટઃ આગામી 100 દિવસમાં 1000 ટ્રેનો દોડશે, 240 કરોડ રૂપિયામાં બન્યું નવું ટર્મિનલ હાલમાં અયોધ્યાથી દરરોજ 52 ટ્રેનો પસાર થાય છે. રામ મંદિરના લોકાર્પણને કારણે રેલવે આગામી 100 દિવસ સુધી અહીંથી 1000 ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ટ્રેનો 19 જાન્યુઆરી 2024થી શરૂ થશે.

આ માટે અયોધ્યા ધામ જંકશનને નવે સરથી બનાવવામાં આવ્યું છે. આ 2 તબક્કામાં બનશે. પ્રથમ તબક્કામાં 3600 ચોરસ મીટર વિસ્તારમાં 3 માળની ઇમારત બનાવાઈ છે, જેનું ઉદ્ઘાટન 30 ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 240 કરોડ રૂપિયામાં બની રહેલા આ રેલવે સ્ટેશનથી દરરોજ 30 હજાર મુસાફરો મુસાફરી કરી શકશે.

રેલવે બોર્ડના ચેરપર્સન જયા વર્માએ ભાસ્કરને જણાવ્યું કે 30 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ અહીંથી 2 અમૃત ભારત એક્સપ્રેસને રવાના કરી ચૂક્યા છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરથી પણ ટ્રેનો દોડશે.'

રેલવે સ્ટેશનને રામ મંદિરની તર્જ પર ડિઝાઇન કરવામાં આવ્યું છે. અહીં મુસાફરોને ફૂડ પ્લાઝા, વેઇટિંગ એરિયા, લેડીઝ-જેન્ટ્સ ડોર્મેટરી, એસી રિટાયરિંગ રૂમ અને ઇન્ફેન્ટ કેર રૂમ જેવી સુવિધાઓ મળશે.

11 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા અયોધ્યા ધામ રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટનું કામ ઓક્ટોબર 2018થી ચાલી રહ્યું છે. રામ મંદિરના નિર્માણના બે વર્ષ પહેલા તેના પર કામ શરૂ થઈ ગયું હતું. હાલમાં સ્ટેશનના વિકાસનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આમાં 3 પ્લેટફોર્મ કોન્કોર્સથી કવર કરવામાં આવી રહ્યા છે. સ્ટેશનના દક્ષિણ કોર્નરમાં 2025 સુધીમાં નવા ટર્મિનલ સાથે વધુ બે પ્લેટફોર્મ બનાવાશે.

10 વર્ષ પહેલાં વેરાન હતું સ્ટેશન, આજે વર્લ્ડ ક્લાસ રેલવે ટર્મિનલ 28 વર્ષીય અમિત યાદવ અયોધ્યામાં ક્રિકેટ એકેડમી ચલાવે છે. તેઓ કહે છે, '10 વર્ષ પહેલા જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે સન્નાટો હતો. મુસાફરો કરતાં વાંદરાઓ અને કૂતરાઓ વધુ દેખાતા હતા. પહેલા માત્ર બે-ચાર ટ્રેનો જ દોડતી હતી, પરંતુ આજે તે એક સામાન્ય સ્ટેશનથી વર્લ્ડ ક્લાસ રેલવે ટર્મિનલ બની ગયું છે. એક એવું સ્ટેશન જે એરપોર્ટથી ઓછું નથી.'

રોડ રૂટઃ પ્રાણપ્રતિષ્ઠા બાદ અયોધ્યાથી 116 બસો દોડશે, 11 શહેરો સુધી સીધી બસ સેવા અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓ માટે રોડવેઝે પણ તૈયારીઓ કરી રાખી છે. અહીં બે બસ સ્ટેન્ડ છે. હાલ નવા બસ સ્ટેન્ડ પરથી બસો દોડતી નથી. ફૈઝાબાદ કેન્ટના જૂના બસ સ્ટોપ પરથી બસો ઉપલબ્ધ છે.

રામ મંદિરના લોકાર્પણ સમારોહ પહેલા અયોધ્યા આવનારી બસો અંગે સ્ટેશન ઈન્ચાર્જ વિજય મિશ્રા કહે છે, 'હાલમાં ડેપો પાસે કુલ 116 બસો છે. જેમાં 112 સામાન્ય અને 4 એસી બસ છે. યુપી ઉપરાંત દિલ્હી સુધી પણ જશે.'

50 વર્ષથી વધુ જૂનું અયોધ્યા બસ સ્ટોપ દિલ્હી, કૌશામ્બી, લખનઉ, કાનપુર, કુશીનગર, આઝમગઢ, રાયબરેલી, પ્રયાગરાજ, ગોંડા, બસ્તી અને ગોરખપુર માટે સીધી બસો દોડે છે. કૌશામ્બી ડેપોની બસો દિલ્હી રૂટ પર દોડે છે. શહેરની અંદર જવા માટે સિટી બસો દોડી રહી છે.

ત્રણ પથ, જે રામ સુધી લઈ જાય છે રામ પથઃ જો તમે લખનઉ-અયોધ્યા નેશનલ હાઈવેથી સીધા રામ જન્મભૂમિ મંદિર જવા ઈચ્છતા હોવ તો આ માર્ગ તમારા માટે યોગ્ય છે. રામ પથ સહાદતગંજથી નયા ઘાટ એટલે કે લતા મંગેશકર ચોક સુધી લગભગ 13 કિલોમીટર લાંબો છે.

ભક્તિ પથઃ આ માર્ગ રામ પથથી વચ્ચેથી કટ થઈ જાય છે. હનુમાનગઢી ત્રણ રસ્તાથી રામજન્મભૂમિ સુધી ભક્તિ માર્ગ બની રહ્યો છે. તેની સૌથી ખાસ વાત એ છે કે રામલલ્લાના દર્શનની સાથે તમે હનુમાનગઢી, કનક ભવન અને દશરથ મહેલ પણ જઈ શકો છો. પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલા આ રસ્તાનું કામ પૂર્ણ થઈ જશે.

જન્મભૂમિ પથઃ આ માર્ગ રામ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર છે. આ 800 મીટર લાંબો માર્ગ બિરલા ધર્મશાલાથી શરૂ થાય છે અને રામ જન્મભૂમિ પરિસર સુધી જાય છે. આ માર્ગ પર ભક્તો માટે શેડ અને લોકરની સુવિધા છે. અહીંની દીવાલોને રામાયણના પાત્રોથી કોતરવામાં આવી છે. મંદિરના લોકાર્પણ સમારોહ પહેલા આ માર્ગ પણ તૈયાર થઈ જશે.

અયોધ્યા ગાઇડ પાર્ટ-1 અહીં વાંચો... પાર્ટ 1: 5000 સંત અને 7000 મંદિરનું આ શહેર: અયોધ્યા વિશે એ બધું જ જે તમે જાણવા માગો છો, બૌદ્ધ-જૈનો માટે પણ પવિત્ર

અયોધ્યા બધાનું છે. જ્યારે ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગ 7મી સદીમાં આવ્યો ત્યારે તેણે અહીં 20 બૌદ્ધ મંદિરો જોયાં. જૈનો માને છે કે તેમના પાંચ તીર્થંકરનો જન્મ અહીં થયો હતો. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, અયોધ્યા એ શહેર છે, જે શિવના ત્રિશૂલ અને વિષ્ણુના સુદર્શન ચક્ર પર સ્થિત છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો