- એપ્રિલથી મે વચ્ચે લોકસભા ચૂંટણીની વ્યસ્તતાને લીધે રજાઓ રદ્દ થઇ શકે
- 10થી 18 ઓગષ્ટ સુધી સતત 9 દિવસની રજા મળી શકે
- માર્ચ અને ઓક્ટોબરમાં 10-10 રજાઓની સંભાવના
Divyabhaskar.com Jan 03, 2019, 04:43 PM IST
યુટિલિટી ડેસ્ક: વર્ષ 2019માં સરકારી નોકરી કરતા લોકો બમણી મજા લઇ શકશે કારણકે આખા વર્ષમાં તેમને 101 રજા મળી શકે એમ છે. આ વર્ષે ચાર તહેવાર રવિવારે આવશે, તે સિવાય સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની એક જ તિથિ છે માટે આ 5-6 રજાઓનો કાપ હશે. આખા વર્ષમાં જે રજાઓ છે તેમાં 52 રવિવાર, 24 બીજો તથા ચોથો શનિવાર, 19 તહેવાર, 3 સ્થાનિક રજાઓ અને 3 વૈકલ્પિક રજાઓનો સમાવેશ થાય છે.