Mon, Nov 23, 2026Updated 01:25 AM IST
Google Preferred Source CTA

બદ્રીનાથથી દેહરાદૂન જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ:પાઇલટ સહિત 6 મુસાફરોના મોત; ઉત્તરાખંડમાં 10 વર્ષમાં આવા 13 અકસ્માતો, 27 મોત

મનોજ સિંહ, ચમોલી23 દિવસ પેહલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

ઉત્તરાખંડમાં શુક્રવારે બદ્રીનાથથી દેહરાદૂન જઈ રહેલું એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર જોશીમઠ પાસે ક્રેશ થયું. દુર્ઘટનામાં પાયલટ સહિત 6 લોકોનાં મોત થયા છે. તમામના મૃતદેહો મળી આવ્યા છે.

Loading advertisement...

હેલિકોપ્ટરે બપોરે આશરે 1:14 વાગ્યે બદ્રીનાથથી દહેરાદૂનના સહસ્ત્રધારા માટે ઉડાન ભરી હતી. જોશીમઠ ઉપર ઉડાન દરમિયાન તેનો સંપર્ક તૂટી ગયો. ત્યારબાદ ટ્રેકિંગ સિસ્ટમ પર પણ તેનું લોકેશન મળવાનું બંધ થઈ ગયું.

દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.

આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ખરાબ હવામાન છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે.

Loading advertisement...

કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, 2016 અને 2026 વચ્ચે ઉત્તરાખંડમાં 13 હેલિકોપ્ટર અકસ્માતો થયા, જેમાં 27 લોકોના મોત થયા.

અહીં ક્રેશ થયું હેલિકોપ્ટર

પહાડી પર ચઢી રહી છે રેસ્ક્યૂ ટીમ

SDRFની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે પહાડી પર ચઢી રહી છે. ડીએસપી મદન સિંહ બિષ્ટે જણાવ્યું કે ઘટનાની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બીજી તરફ, આપદા વ્યવસ્થાપન અધિકારી નંદકિશોર જોશીના જણાવ્યા મુજબ, જેપી ડેમની ઉપર આવેલા જંગલમાં સફેદ રંગની કોઈ વસ્તુમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. તેની તપાસ માટે બીજા હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે.

પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ગુમ થયેલા હેલિકોપ્ટરની શોધખોળ કરી રહી છે.

કંપનીના સમગ્ર કાફલાની ઉડાનો પર રોક

આ હેલિકોપ્ટર ટ્રાન્સ ભારત એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હતું. તેમાં પાઇલટ કેપ્ટન હિમાંશુ ઉપરાંત 5 મુસાફરો સવાર હતા. તેમાં પ્રતાપા, અરુણ, શંકર ગૌડા, સુધીર કે. અને એચએસ નટરાજનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ સાવચેતીના ભાગરૂપે ટ્રાન્સ ભારત એવિએશનના તમામ હેલિકોપ્ટરોની ઉડાનો રોકી દેવામાં આવી છે.

ઉત્તરાખંડમાં 5 વર્ષમાં 7 હેલિકોપ્ટર ક્રેશ, 21નાં મોત

કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, ઉત્તરાખંડમાં 2020થી જુલાઈ 2025 સુધીમાં 7 હેલિકોપ્ટર ક્રેશ થયા હતા. જેમાં 21 લોકોનાં મોત થયા હતા. જ્યારે, 2023થી 2025 દરમિયાન 6 હેલિકોપ્ટર દુર્ઘટનાઓ થઈ હતી. રાજ્યમાં અત્યાર સુધી કેટલાં હેલિકોપ્ટર ગુમ થયા છે, તેનો કોઈ સત્તાવાર આંકડો નથી.

.
Loading advertisement...