Sat, Nov 21, 2026Updated 02:46 AM IST
Google Preferred Source CTA

રાહુલે કહ્યું, નોટબંધી-GSTએ નાના વેપારીઓને બરબાદ કર્યા:મોનોપોલીથી નોકરીઓ ઊભી થતી નથી; ગઈકાલે મોદીએ ઉદ્યોગપતિઓને ફટકાર લગાવી હતી

8 કલાક પેહલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

રાહુલ ગાંધીએ શુક્રવારે પીએમ મોદીના ભાષણ પર નિશાન સાધ્યું. રાહુલે X પર લખ્યું કે નોટબંધી-GSTએ નાના વેપારીઓને બરબાદ કરી દીધા. જે મોટી કંપનીઓ ઈમાનદારીથી સ્પર્ધા કરતી હતી, તેમના માટે તો તમે મેદાન જ ખતમ કરી દીધું.

Loading advertisement...

રાહુલે એમ પણ લખ્યું કે મોનોપોલીથી નોકરીઓ ઊભી થતી નથી. તેનાથી કિંમતો વધે છે અને સ્પર્ધા ખતમ થઈ જાય છે.

પીએમ મોદીએ ગુરુવારે FICCIના કાર્યક્રમમાં કહ્યું હતું કે સરકારે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 22% કર્યો અને 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને કરમુક્ત કરી દીધી. પરંતુ શું કંપનીઓએ કર્મચારીઓના પગારમાં વધારો કર્યો? શું કર્મચારીઓની સંખ્યા વધારી?

Loading advertisement...

રાહુલે લખ્યું- તમારી નીતિઓએ પ્રશંસા કરવા જેવું કંઈ જ છોડ્યું નથી

રાહુલે આ પણ લખ્યું, 'મોદીજી, લૂંટ તો તમે અને તમારા મિત્રોએ કરી છે. દેશે આ જોયું છે અને આજે પણ જોઈ રહ્યો છે. પ્રશંસા મળી નહીં તો ખરાબ લાગી ગયું?

તમે કહો છો કે તેઓ એટલા ભૂખ્યા છે કે પોતાનું પેટ પણ ભરી શકતા નથી. ખૂબ સરસ. આખો દેશ જાણે છે કે આ ભૂખ કોની છે. હવાઈમથકો, બંદરો, ખાણો, જંગલો, વીજળી, કોલસો, રસ્તાઓ—બધું જ તેમને સોંપી દેવામાં આવ્યું. તેમણે કેટલી નોકરીઓ ઊભી કરી? તમારી નીતિઓએ કોઈને પણ પ્રશંસાને લાયક છોડ્યા નથી— ન ઉદ્યોગપતિઓને, ન નાના વેપારીઓને, ન મોંઘવારીનો સામનો કરી રહેલા ગરીબ અને મધ્યમ વર્ગને અને ન તો બેરોજગાર યુવાનોને.

હવે તમારી પાસે જે પણ સમર્થકો બાકી રહ્યા છે, તેમની પાસેથી જ પોતાની પ્રશંસા કરાવી લો અને તેમની પાસે થાળીઓ વગડાવી લો.'

.
Loading advertisement...