Mon, Nov 23, 2026Updated 06:53 PM IST
Google Preferred Source CTA

રામદેવે ધીરેન્દ્ર શાસ્ત્રીને લીધા આડેહાથ?:કહ્યું, 'ના વેદ વાંચ્યા, ના મહાભારત, બસ સનાતનના નામે પાખંડ', ભૂત-પ્રેતના નાટકની જાહેરમાં ઉડાવી મજાક!

1 કલાક પેહલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન શ્રીકૃષ્ણ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધ્યો છે, ત્યારે હવે આ વિવાદમાં યોગગુરુ બાબા રામદેવે પણ ઝંપલાવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન રામદેવે બાબા બાગેશ્વર પર સીધું નિશાન સાધતા લાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમને 'ધૂર્ત' અને 'પાખંડી' ગણાવ્યા હતા, એટલું જ નહીં પરંતુ તેમની શૈલીની જાહેરમાં મજાક પણ ઉડાવી હતી.

Loading advertisement...

'ના શાસ્ત્રોનું જ્ઞાન, ના બંધારણની સમજ' બાબા રામદેવે આકરા શબ્દોમાં કહ્યું કે, "કેટલાક લોકોએ ના તો વેદ વાંચ્યા છે, ના ઉપનિષદ કે દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. ના રામાયણ વાંચી છે, ના મહાભારત. તેઓ ના તો બંધારણને જાણે છે કે ના લોકતંત્રને. બસ મંચ પર ઊભા થઈને કંઈ પણ બકવાસ કરતા રહે છે અને દાવો કરે છે કે અમે સનાતન અને હિન્દુ ધર્મને બચાવીશું. આવા લોકો પાખંડી અને ધૂર્ત છે."

ભૂત-પ્રેતના નામે ઠગાઈ અને દેવી-દેવતાઓની મજાક સામે નારાજગી રામદેવ આટલેથી જ નહોતા અટક્યા. તેમણે ભૂત-પ્રેતની બાધા દૂર કરવાના દાવાઓ પર કટાક્ષ કરતાં કહ્યું કે, "સનાતનના નાના પાસાને લઈને ભીડને ઉશ્કેરનારા આવા ઢોંગી કથાકારો ધર્મ અને ભૂત-પ્રેતના નામે લોકોને ઠગી રહ્યા છે. હું ઈચ્છું તો બે મિનિટમાં ભૂત ઘુસાડી શકું છું—બસ થોડા વાળ વિખેરીને નાટક કરવાનું અને પછી પાણી છાંટી દો એટલે કામ પૂરું!"

Loading advertisement...

ભગવાન રામ અને કૃષ્ણની તુલના પર નારાજગી વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું કે, "જે લોકો કહે છે કે રામ મહાન છે અને કૃષ્ણ તો વાંકા-ચૂંકા છે, પહેલાં માફી માગે છે, બાંકે બિહારીમાં શીશ ઝુકાવે છે અને ફરી એ જ વાત દોહરાવે છે— તે યોગ્ય નથી. દરેક બાબતની એક મર્યાદા અને પ્રોટોકોલ હોય છે. મજાકમાં પણ આપણી અવતારી શક્તિઓનું અપમાન ન કરી શકાય. પહેલાં અમે સમજાવીએ છીએ અને ન સમજે તો મંચ પરથી બોલવું પડે છે. લોકોને ખબર પડવી જોઈએ કે સનાતનના નામે ઢોંગ અને પાખંડ નહીં ચાલે."

શું છે સમગ્ર વિવાદ? એક કથા દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન રામ અને શ્રીકૃષ્ણની તુલના કરતાં કહ્યું હતું કે, "તમારા કૃષ્ણ તો વાંકા-ચૂંકા છે, જ્યારે અમારા રામ સીધા છે. કૃષ્ણ તો ઊભા પણ વાંકા રહે છે." આ નિવેદન પર અખિલેશ યાદવ સહિતના અનેક નેતાઓએ વાંધો ઉઠાવીને હિન્દુઓમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કુંડામાં રાજા ભૈયાના આયોજનમાં બાગેશ્વર બાબાની રામકથા યોજાઈ હતી, જ્યાં રાજા ભૈયા પોતે તેમને કારમાં બેસાડીને લાવ્યા હતા અને રોકવાનો પડકાર ફેંક્યો હતો. કથા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વૃંદાવન પહોંચીને અખિલેશ યાદવને સાચો કૃષ્ણભક્ત હોય તો મથુરા-વૃંદાવન આવવાનો પડકાર ફેંક્યો હતો.

.
Loading advertisement...