Sun, Nov 29, 2026Updated 02:39 PM IST
Google Preferred Source CTA

વલસાડ જિલ્લામાં 30 નવેમ્બરથી GSOS પરીક્ષા:ધોરણ 10ના 772 સહિત 911 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે ; વલસાડ, પારડી, સેલવાસ અને દમણમાં 5 કેન્દ્રો

વલસાડ19 કલાક પેહલા
Loading advertisement...

વલસાડ જિલ્લામાં 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ (GSOS)ની પરીક્ષા યોજાશે. જિલ્લામાંથી કુલ 911 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Loading advertisement...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે. નિયમિત શાળામાં અભ્યાસ પૂરો ન કરી શકેલા અથવા ધોરણ 10 અને 12ની પરીક્ષા ન આપી શકેલા વિદ્યાર્થીઓને ફરી અભ્યાસ કરવાની તક મળશે.

જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજશ્રી ટંડેલના જણાવ્યા મુજબ, ધોરણ 10ના 772 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 139 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. GSOS હેઠળ વિદ્યાર્થીઓ બહારથી અભ્યાસ કરીને ધોરણ 10 અને 12 પૂરું કરી શકે છે. ધોરણ 10 પાસ કરનાર વિદ્યાર્થીઓને નિયમિત ધોરણ 11માં પ્રવેશ પણ મળી શકે છે.

Loading advertisement...

પરીક્ષા માટે વલસાડમાં 2, પારડીમાં 1, સેલવાસમાં 1 અને દમણમાં 1 એમ કુલ 5 કેન્દ્રો નક્કી કરાયા છે. તમામ કેન્દ્રો અને પરીક્ષા બ્લોકમાં CCTV કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે. દરેક કેન્દ્ર પર વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની નિમણૂક કરાઈ છે.

કપરાડા અને ધરમપુર જેવા દૂરના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે GSRTC સાથે મળીને પરિવહનની વ્યવસ્થા કરાશે. વિદ્યાર્થીઓનાં ફોર્મ ભરાવનાર શાળાના આચાર્યોને પણ પરિવહનની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે. પરીક્ષાની સામગ્રીની ચકાસણી અને પેકિંગ કરવામાં આવી રહ્યાં છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો