Fri, Nov 27, 2026Updated 04:29 PM IST
Google Preferred Source CTA

અન્ય કંપનીમાંથી લોન કરાવવા દસ્તાવેજો પરત માગ્યા હતા:વલસાડ ગ્રાહક ફોરમનો લોનના પ્રોપર્ટી દસ્તાવેજો સુપરત કરવા કંપનીને હુકમ

વલસાડ11 કલાક પેહલા
Loading advertisement...

લોનના એક અરજદારે સુરત બ્રાન્ચની કેપિટલ કંપની પાસે પ્રોપર્ટી મોર્ગેજમાં મૂકી રૂ.76,96 લાખની લોન લઇ બાદમાં અન્ય કંપનીમા લોન કરાવવા માટે બાકી ચૂકવણી કરી દેવા છતાં પ્રોપર્ટી દસ્તાવેજ નહિ આપતા વલસાડ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે અરજદારને તમામ અસલ દસ્તાવેજો સુપરત કરવા હુકમ કર્યો છે.

Loading advertisement...

પ્રવિણ ગોવિંદભાઇ પ્રજાપતિ તથા મંજુ પ્રવિણભાઇ પ્રજાપતિ રહે. સલવાવ, વાપીનાઓએ ટેકફીનો કેપિટલ પ્રા.લિ. એનબીએફસી બેંગલુરુ, કર્ણાટકની સુરત શાખામાંથી પ્લોટ નં.27, ઘર નં. 3194, મિલકત નં. 3697, પ્રભુ વિલ્લા, મોજે સલવાવ, તા. વાપીવાળું પોતાનું ઘર કે જે ફરિયાદીએ રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી ખરીદી સામાવાળાની કંપની પાસે તારણમાં મૂકીને રકમ 76,96,736ની લોન લીધી હતી.

આ મિલકત તારણમાં મૂકવા બદલ કેપિટલ કંપનીએ રજીસ્ટર મોર્ગેજ ડીડથી મિલકત ઉપર ગીરો,બોજો પણ દાખલ કરાવી ફરીયાદી પાસેથી તેમની માલિકીના ઉપરોક્ત ઘરના તમામ અસલ દસ્તાવેજો ફરિયાદીની લોન પેટે પોતાની પાસે તારણમાં રાખી દીધાં હતા.

દરમિયાન ફરીયાદીએ અંગત કારણોસર હાલની કંપની પાસેથી લોન અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરાવવા માંગતા હોય ફરિયાદીએ લોન કંપનીને હકીકતની જાણ કરી લોન સંદર્ભમાં લેવાના થતાં તમામ ચાર્જિસ તથા લોનની રકમની જે તે દિવસ સુધીના વ્યાજ સહિતની ચૂકવણી 07 સપ્ટેમ્બર 2025ના રોજ કરી ફરીયાદીએ તેની પ્રોપર્ટીના અસલ દસ્તાવેજો પરત માંગ્યા છતાં એનબીએફસી કંપનીએ શરૂઆતમાં બહાના કાઢ્યા બાદ દસ્તાવેજ આપી શકાય નહિ તેવી દલીલો રજૂ કરતાં ફરીયાદી દ્વારા ગ્રાહક સુરક્ષા કમિશન વલસાડ ખાતે વકીલ હિરેનકુમાર લાડ મારફત ફરીયાદ દાખલ કરી હતી.

સમયાંતરે સુનાવણી બાદ વકીલ હિરેનકુમાર લાડની દલીલો ગ્રાહય રાખીને વલસાડ જિલ્લા ગ્રાહક ફોરમે ફરીયાદીને સિક્યોર્ડ લોન વાળી મિલકતની લોન વખતે લીધેલ તમામ અસલ દસ્તાવેજો દિન-30 માં પરત આપવાનો હુકમ કર્યો છે.

સામાવાળા 30 દિન માં હુકમનું પાલન ન કરે તો ત્યારબાદ પ્રતિદિન રકમ 5 હજારનું વળતર પેટે ફરીયાદીને ચૂકવી આપવાનો તેમજ ફરીયાદીને થયેલ શારિરીક તેમજ માનસિક ત્રાસ બદલ રકમ 3 હજાર અલગથી ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો