Fri, Nov 27, 2026Updated 03:37 PM IST
Google Preferred Source CTA

3 કાર અને 2 મોપેડના અકસ્માતમાં વૃદ્ધનું મોત:મોટી દમણ કલેક્ટર કચેરી સામે મોપેડ સવારનું મોત, કાર ચાલકની ધરપકડ

વલસાડ1 મહિનો પેહલા
Loading advertisement...

મોટી દમણ કલેક્ટર કચેરી સામે સવારે 11:30 વાગ્યે 3 કાર અને 2 મોપેડ વચ્ચે અકસ્માત થયો. જેમાં મોપેડ સવાર એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થઈ.

Loading advertisement...

પોલીસ ફરિયાદ મુજબ, મગરવાડાના કેતુકુમાર દત્તુભાઈ કામલી કિયા સેલ્ટોસ કાર (DD-03-M-6386) બેદરકારીપૂર્વક ચલાવી રહ્યા હતા. તેમણે કલેક્ટર કચેરીમાંથી નીકળી રહેલા પ્લેજર મોપેડ (DD-03-N-2195) સહિત અન્ય બે કાર અને એક એક્ટિવાને ટક્કર મારી.

ટક્કરથી પ્લેજર મોપેડ ચલાવી રહેલા પરકોટા શેરીના ગોપાલભાઈ રોડ પર પટકાયા અને ગંભીર ઘાયલ થયા. તેમને નમો સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં તેમનું મોત થયું. એક્ટિવા ચલાવતી મહિલાને પણ ઈજા થઈ.

Loading advertisement...

અકસ્માતમાં પ્લેજર મોપેડ સહિત હોન્ડા સિટી (DD-03-AM-0017), ક્રેટા (DD-03-M-1872) અને હોન્ડા એક્ટિવા (GJ-15-EB-6472)ને નુકસાન થયું. મૃતક ગોપાલભાઈના પુત્ર હર્ષદ ગોપાલે કારચાલક કેતુકુમાર કામલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો