Fri, Nov 27, 2026Updated 12:24 PM IST
Google Preferred Source CTA

અણઘડ કારભાર:વલસાડમાં બે દાયકા વીત્યા છતાં ટીપી સ્કીમ કાગળ પર જ રહેતા ટ્રાફિક-દબાણોનો ભરડો

વલસાડ10 દિવસ પેહલા
Loading advertisement...

વલસાડમાં 2006ની સાલમાં રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાના હદ વિસ્તરણમાં નજીકની મોગરાવાડી અને અબ્રામાની બે ગ્રામ પંચાયતનો સમાવેશ થયા બાદ ટીપી સ્કીમ માટે જ 20 વર્ષ નિકળી ગયા છે. હજી તેના માટે કોઇ નક્કર કાર્યવાહી થઇ શકી નથી.

Loading advertisement...

વલસાડના મોગરવાડી અબ્રામામાં પંચાયત બાદ શહેરી વિસ્તારનો ભાગ બની ગયા ને 20 વર્ષ થઇ ગયા છે. 2006માં હદ વિસ્તરણ થયા બાદ પ્રારંભના વર્ષોમાં નવા વિસ્તારના માળખાકીય પ્રાથમિક સુવિધાના વિકાસના કામોમાં જ વર્ષો થઇ ગયા હતા.

અહિં નવી ટીપીના નિયમ અનુસાર રસ્તાઓને પહોળા કરવાની ખાસ જરૂર વર્તાઇ રહી છે. શહેરમાં ટ્રાફિકના પ્રશ્ને હાલાકી યથાવત રહી છે. નગરપાલિકા દ્વારા સમયાંતરે રસ્તાઓ અંગેના પ્રશ્નો હલ કરવા માટે કોઇ કાર્યવાહી હાથ ધરી રસ્તા પરથી લારી ગલ્લાના અતિક્રમણો દૂર કરવામાં આવે છે પરંતું તેમ છતાં જેમ વાહનો વધતા જાય છે તેમ લોકોને તકલીફો નડી રહી છે. તંત્ર દ્વારા સરવે કરી દબાણો દૂર કરાય તે જરૂરી બન્યું છે.

માર્કેટમાં પાર્કિંગ પ્લોટ ખુલ્લા કરો‎ પાલિકા સભ્ય જયોત્સના રાઠોડે જાહેરહિતમાં પાલિકાના શાકભાજી માર્કેટના‎પાર્કિંગ પ્લોટ પર દબાણ દૂર કરવા પાલિકાને અલ્ટીમેટમ આપેલું છે. અહીં‎પાર્કિગ પ્લોટની સુવિધાના અભાવે ભારે ટ્રાફિકનો પ્રશ્ન સર્જાતો આવ્યો છે.‎શાકભાજી માર્કેટ સામે પાર્કિંગ પ્લોટ ખુલ્લા કરી જાહેરહિતમાં સૌથી સળગતી‎સમસ્યાનો ઉકેલ નગરપાલિકા તંત્ર લાવે છે કે લોલીપોપ પકડાવે છે તેના ઉપર‎સભ્ય અને લોકોની મીટ મડાઈ હોવાની ચર્ચા ઉઠી છે.‎

અબ્રામા મોગરાવાડીનો વિકાસ રૂંધાયો શહેરી વિસ્તારમાં આયોજનબધ્ધ વિકાસ, માર્ગ વ્યવસ્થા, ડ્રેનેજ,જાહેર સુવિધાઓ, અનામત પ્લોટ તથા ટ્રાફિક તથા ભવિષ્યના શહેરી વિકાસ ઉપર પ્રતિકૂળ અસર વર્તાઇ રહી છે. અબ્રામા મોગરાવાડી વિસ્તાર માટે નવી ટીપી સ્કીમો અમલમાં નહિ આવતાં જમીન ધારકો, રહેવાસીઓ તથા સમગ્ર વિસ્તારના વિકાસના અભાવે લાંબા ગાળાનું નુકસાન થઇ રહ્યું છે.

સાંકડા રસ્તાથી સમસ્યાઓ વધી રસ્તાઓ નાના પડી રહ્યા છે. હવે વાહનોની સંખ્યા હજી વધશે તેમ સ્થિતિ યથાવત રહેશે, છતાં થોડી પહોળાઇ આવશ્યક છે.વાહનો રસ્તા પર વધુને વધુ ફરતા થયા છે અને હજી થશે. ટ્રાફિક નવા વિકલ્પોથી ડાયવર્ટ થાય તે પ્રકારનું આયોજન સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવે તે સમયની જ માગ છે.તેમાં ઇનિશ્યલ લેવું પડશે. રસ્તા સાંકડા હોવાથી ટ્રાફિક અને પાર્કિંગનો સામે આવી રહ્યો છે. > સંજય ચૌહાણ, મોગરાવાડી,પૂર્ વ કાઉન્સિલર

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો