માંજલપુરના શખ્સ સાથે'શેર ઇન્વેસ્ટમેન્ટ'માં 47.38 લાખની ઠગાઈ:રોકાણમાં 200% નફો બતાવ્યો, જે.પી.રોડના યુવકને વર્ક ફ્રોમ હોમના નામે રૂ.5.94 લાખ છેતરપિંડી
વડોદરામાં સાયબર અને નાણાકીય છેતરપિંડીના બે અલગ-અલગ બનાવોમાં જે.પી.રોડ પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયા છે. બંને કિસ્સાઓમાં આરોપીઓએ આકર્ષક વળતર અને કમિશનની લાલચ આપી ફરિયાદીઓ પાસેથી મોટી રકમ પડાવી લઈ વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બંને ઠગાઈમાં ફરિયાદી પાસેથી અંદાજિત 53 લાખની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.
પ્રથમ બનાવ વર્ક ફ્રોમ હોમના નામે રૂ.5.94 લાખ છેતરપિંડી જે.પી.રોડ વિસ્તારના રિલાયન્સ મોલ ખાતે ફાઇનાન્સ સેક્ટરમાં 'વર્ક ફ્રોમ હોમ'ની જાહેરાત આપી ક્રેડિટ કાર્ડ, EMI કાર્ડ અને પર્સનલ લોન પર ઊંચા કમિશનની લાલચ અપાઈ હતી. ફરિયાદી ધવલ વિનોદભાઈ પરમાર પાસેથી રૂપિયા 5,94,217 પર્સનલ લોન લઈ સ્કીમમાં રોકાણ કરાવી શરૂઆતમાં ₹1,25,000 કમિશન ચૂકવ્યા બાદ લોનના હપ્તા અને કમિશન બંધ કરી દેવાયા હતા. આ મામલે અશોકભાઈ વિરમગામા (સુરત) અને રાજન મહેતા (રાજકોટ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજો બનાવ 'શેર ઇન્વેસ્ટમેન્ટ'માં 47.38 લાખની ઠગાઈ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી રામ પ્રસાદ ઠાકોર પ્રસાદ સાહ (રહે. માંજલપુર, વડોદરા; મૂળ રહે. પૂર્ણિયા, બિહાર) સાથે ઓનલાઈન શેર રોકાણના નામે ₹47,38,500ની ઠગાઈ થઈ છે. આરોપીઓએ 'AXIS SECURITIES LIMITED' ના નામે વોટ્સએપ ગ્રુપ, બનાવટી દસ્તાવેજો, સર્ટિફિકેટ અને અલગ અલગ લિંક-એપ્લિકેશન ઊભી કરી રોકાણ પર 200 ટકા પ્રોફિટ અને વોલેટમાં ₹8.82 કરોડથી વધુનો નફો બતાવ્યો હતો.
વિશ્વાસ કેળવી વિડ્રો ન કરવા દઈ જુદા-જુદા બેંક ખાતામાં ટુકડે-ટુકડે રૂપિયા 47.38 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી આજદિન સુધી પરત ન આ મામલે અજાણ્યા ઇસમો સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે.
