Sun, Nov 29, 2026Updated 01:53 PM IST
Google Preferred Source CTA

'મર્યાદામાં લખી નથી શકતા, લખવા જઈએ તો તમારા બાપ છીએ':વિરોધીઓને MLA ચૈતન્યસિંહનો સણસણતો જવાબ, કહ્યું-ચમચાઓ અને ગલુડિયાઓ મારી પોસ્ટ પર બિભત્સ લખતા હતા

વડોદરા1 કલાક પેહલા
Loading advertisement...

પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા છેલ્લા કેટલાક સમયથી પોતાના આકરા તેવરના કારણે ચર્ચામાં જોવા મળી રહ્યા છે. ત્યારે ચૈતન્યસિંહ ઝાલાએ જાહેર મંચ પરથી પોતાના સોશિયલ મીડિયા ઉપર બિભત્સ ગાળો લખનાર પર વરસ્યા હતા. લોકડાયરાના એક કાર્યક્રમમાં ખુલ્લી ચેલેન્જ આપી હતી કે, હિંમત હોય તો સામે આવો. દેવાયત ખવડના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન તેઓએ પોતાની ટીકા કરનારાઓ સામે આકરા પ્રહાર કર્યા હતા.

Loading advertisement...

'માયકાંગલાઓનો વિરોધ ન થાય' ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જેના પના ચાલ્યા હોય તેનો વિરોધ થાય, માયકાંગલાઓનો વિરોધ ન થાય. ખાલી પાદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી મારી સામે બિભત્સ ગાળો લખવામાં આવે છે. મારી ટીકા કરો આલોચના કરો તેની સામે મારો વાંધો નથી પરંતુ બિભત્સ ગાળો ના લખો.

'મારી સામે આવવાની કોઈની હિંમત નથી' ગાળો લખનારને ખુલ્લી ચેલેન્જ આપી છે કે, મારી સામે આવો પરંતુ કોઈએ તેમની માં નું દૂધ નથી પીધું કે મારી સામે આવીને બોલી શકે. અમને પણ લખતા આવડે છે અને લખવામાં અમે તમારા બાપ છીએ પરંતુ અમને મર્યાદા નડે છે. તેના કારણે અમે જવાબ નથી આપી શકતા. સામે આવી ને જુઓ તો ખબર પડશે.

અગાઉ રાહુલ ગાંધીને ચેલેન્જ આપી હતી પાદરા વિધાનસભામાં થોડા દિવસ પહેલા સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ કોંગ્રેસના રાહુલ ગાંધીના ચેલેન્જ કરી હતી કે તમે વડાપ્રધાન સાથે ચર્ચા કરવા માંગો છો તે તો બહુ દૂરની વાત છે તમારે જો ચર્ચા કરવી હોય તો મારી સાથે કરો અથવા તો મારા મત વિસ્તારના કાર્યકર સાથે કરો તેઓ જ તમને કાફી છે. તમારે વડાપ્રધાન સાથે ચર્ચા કરવાની જરૂર નહીં પડે અમે જ તમને તમામ જવાબ આપી દઈશું.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો