મહિલાનો આપઘાતનો પ્રયાસ:પતિ સહિત ચાર લોકોના શારિરીક-માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ ગટગટાવ્યું
વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતી યુવતીના લગ્નને 17 વર્ષનો સમય થઈ ગયો છે તેમછતાં તેમના પતિ-પત્નીથી અલગ પરસ્ત્રી સાથે રહે છે અને ઘરખર્ચ પણ આપતો નથી. મહિલાને તેમની સાસુ અને પતિના જે સ્ત્રી સાથે સંબંધ છે, તે મહિલા છૂટાછેડા આપી દેવા દબાણ કરવા સાથે દીકરાને પણ મળવા દેતા નથી અને ઝઘડા કરે છે. જેથી, પતિ સહિતના લોકોના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બે વર્ષથી અમને ઘરખર્ચ કે અનાજ-કરિયાણ કે પૈસો આપતો નથી વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતા સબાના ઈકબાલ અબ્બાસ શેખે ફરિયાદ નોંધાવી છે કે, મારા લગ્નને આશરે વીસેક વર્ષ થયા છે. જે મારા લગ્નના ફતેગંજ ખાતે રહેતા ઈકબાલભાઈ અબ્બાસમીયા શેખ સાથે થયા છે. મારો સંસાર સારી રીતે ચાલતો આવ્યો હતો. આ લગ્ન સમયગાળા દરમિયાન મારે બે સંતાનનો જન્મ થયો હતો અને મારો પતિ ઈકબાલનો છેલ્લા મને બે વર્ષથી હેરાન-પરેશાન કરતો અને આ મારો પતિ બીજી સ્ત્રી સાથે-સાથે છેલ્લા બે વર્ષથી સોમા તળાવ ખાતે રહેતો હોય અને અમને ઘરખર્ચ કે અનાજ-કરિયાણ કે પૈસો આપતો નથી.
તુ તારા પતિ સાથે છુટાછેડા લઈ લે મારા પતિને અને આ મારા પતિને મારી સાસુ આશાબેન ચઢામણી કરી, મને અવારનવાર માર ખવડાતી. મારી માસી સાસુ મારા પતિને કહે તું આ શબાનાને છુટાછેડા આપી દે તેમ કહી મને મેણાટોણા મારી તથા તેના બીજે અફેર્સ હોવાથી તે સ્ત્રી મને વારંવાર ફોન કરી, તુ તારા પતિ સાથે છુટાછેડા લઈ લે એવુ કહેતી. મારા છોકરાને મળવા દેતી નથી અને મને બિભત્સ ગાળો આપે છે.
પોલીસે પતિ સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો 11 એપ્રિલના રોજ 9 વાગ્યાના અરસામાં થયેલા ઝઘડા સંબંધે મને લાગી આવતા મે મારા ઘરે ફિનાઇલ ગટગટાવી લીધું હતું અને મને વધારે ચક્કર આવતા તેમજ છાતીમાં બળતરા થતા મને સારવાર માટે મારો દીકરો સાહિલ શેખ એસ.એસ.જી.હોસ્પિટલ સારવાર માટે લઇ ગયો હતો. મને મારા પતિ ઈકબાલભાઈ અબ્બાસભાઈ શેખ, મારી સાસુ આશાબેન શેખ, માસી સાસુ ઢબુ તથા બીજી સ્ત્રી વાસો મેમણ શારીરિક-માનસિક ત્રાસ આપી મને ફિનાઈલ પીવા મજબુર કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેથી પોલીસે પતિ સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
