Fri, Nov 27, 2026Updated 05:00 AM IST
Google Preferred Source CTA

પાટડીના માલવણ પાસેથી 624 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ:કારચાલક ફરાર, બજાણા પોલીસે 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર2 મહિનો પેહલા
Loading advertisement...

પાટડીના માલવણ હાઈવે પરથી વિદેશી દારૂની 624 બોટલો ભરેલી એક કાર ઝડપાઈ છે. જોકે, કાર ચાલક ફરાર થઈ ગયો. બજાણા પોલીસે દારૂ અને કાર સહિત કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર ચાલકને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

Loading advertisement...

વિરમગામથી માલવણ થઈ ધ્રાંગધ્રા તરફ દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમી બજાણા પોલીસને મળી. ઇન્ચાર્જ પીઆઇ એ.કે.વાઘેલા અને સ્ટાફે હાઈવે પર છટકું ગોઠવ્યું. વાદળી બલેનો ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલક ભાગી છૂટ્યો. પોલીસે પીછો કર્યો, પણ માલવણ હાઈવે પર કાર ચાલક ગાડી મૂકીને નાસી ગયો.

બજાણા પોલીસે બલેનો ગાડીની તલાશી લેતા તેમાંથી 192 દારૂની બોટલો (રૂ. 47,424) અને 432 બીયર ટીન (રૂ. 54,000) મળ્યા. કુલ 6,01,424 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેની વધુ તપાસ પીઆઇ એ.કે.વાઘેલા કરી રહ્યા છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો