Sat, Nov 28, 2026Updated 06:54 AM IST
Google Preferred Source CTA

જોળવામાંથી મારુતિ ઈકો કાર ચોરાઈ:સાશ્વત આર્કેડના પાર્કિંગમાંથી કારની ચોરી કરતો શખ્સો CCTVમાં કેદ

રમેશચંદ્ર ખંભાતી | પલસાણા(સુરત ), સુરત1 મહિનો પેહલા
Loading advertisement...

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં કાર ચોરીનો બનાવ બન્યો છે. સાશ્વત આર્કેડના પાર્કિંગમાંથી રાજુ બિસ્વાસની મારુતિ ઈકો કાર (GJ-19-BE-3321) ચોરાઈ ગઈ છે. આ ઘટના 11 ઓક્ટોબર, 2026ની રાત્રે બની હતી.

Loading advertisement...

રાજુ બિસ્વાસે તેમની કાર રાત્રે 11 વાગ્યાની આસપાસ પાર્ક કરી હતી. બીજા દિવસે બપોરે તેમને કારની જરૂર પડતાં પાર્કિંગમાં ગયા, પણ કાર ત્યાં નહોતી.

આસપાસ તપાસ કર્યા પછી, તેમણે સીસીટીવી ફૂટેજ જોયા. તેમાં રાત્રે 1:17 વાગ્યે એક અજાણ્યો શખ્સ કાર ચોરતો દેખાયો. રાજુ બિસ્વાસે આ અંગે 12 ઓક્ટોબર, 2026ના રોજ પલસાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

ચોરાયેલી કારનો ચેસિસ નંબર MA3ERLF1500A14347 અને એન્જિન નંબર G12BN1055403 છે. તેમણે પોલીસને અજાણ્યા ચોરને શોધી કાઢવા અને કાર પરત મેળવવા કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો