Sun, Nov 22, 2026Updated 07:39 PM IST
Google Preferred Source CTA

સુરતના પુણાગામમાં હોટ ફિક્સના કચરામાં ભીષણ આગ:દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા, વિસ્તારમાં અફરાતફરી મચી, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

સુરત2 મહિનો પેહલા
Loading advertisement...

સુરતમાં જાહેર રસ્તાઓ પર બેફામ ફેંકવામાં આવતો હોટ ફિક્સનો પ્લાસ્ટિક વેસ્ટ હવે સ્થાનિક રહીશો માટે અતિ જોખમી સાબિત થઈ રહ્યો છે. પુણાગામ સ્થિત લક્ષ્મી પાર્ક સોસાયટી નજીક પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. કચરો પ્લાસ્ટિક મટીરિયલનો હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં છવાઈ ગયા હતા.

Loading advertisement...

વિસ્તારમાં અફરાતફરી, સ્થાનિકોમાં ફફડાટ આગ અને ધુમાડાના કારણે આસપાસના રહીશો તથા રાહદારીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. બનાવની જાણ થતાં જ પુણા ફાયર સ્ટેશનનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ટૂંક સમયમાં જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હોટ ફિક્સનો કચરામાં અગાઉ પણ આગ લાગી હતી ઉલ્લેખનીય છે કે, શહેરમાં હોટ ફિક્સ પેપર અને પ્લાસ્ટિકનો કચરો ખુલ્લી જગ્યાઓ કે કચરાપેટીઓમાં ફેંકી દેવામાં આવે છે, જે અત્યંત જ્વલનશીલ હોવાથી સહેજ તણખો પડતાં જ સળગી ઊઠે છે. ભૂતકાળમાં પણ આવી જ રીતે હોટ ફિક્સના કચરામાં આગ લાગવાની 3 અલગ-અલગ ઘટનાઓ બની ચૂકી છે, જેમાં એક મોપેડ, બે કાર અને એક રિક્ષા બળીને ખાક થઈ ગયા હતા.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો