Fri, Nov 27, 2026Updated 06:13 PM IST
Google Preferred Source CTA

કર્મચારીને 20% પગાર સાથે પરત લેવા કોર્ટનું ફરમાન:કાયદાકીય પ્રક્રિયા વિના છટણી કરનાર કંપનીને સુરત મજૂર અદાલતની લપડાક, 5 વર્ષનો સંઘર્ષ રંગ લાવ્યો

સુરત49 મિનિટ પેહલા
Loading advertisement...

સુરતની મજૂર અદાલતે ગેરકાયદે છટણી સામે કડક વલણ અપનાવીને પાંચ વર્ષથી વધુ ચાલેલી કાનૂની લડત બાદ એક શ્રમિકને મોટો ન્યાય અપાવ્યો છે. પ્રિસાઇડિંગ ઓફિસર પી.ડી. જેઠવાએ કામદારને છૂટા કરવાના કંપનીના કૃત્યને ગેરકાયદે જાહેર કર્યું છે અને હુકમની જાણ થયાના 60 દિવસમાં બાકી દિવસોના પગાર તથા આનુષંગિક લાભોની 20 ટકા રકમ ચૂકવી સળંગ નોકરી પર પુનઃસ્થાપિત કરવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.

Loading advertisement...

નોટિસ કે ખાતાકીય તપાસ વિના જ કંપનીએ કરી હતી છટણી આ કેસની વિગત મુજબ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભરણ ગામના રહેવાસી નલીન નરોત્તમભાઈ પરમાર માંગરોળ-સુરત સ્થિત 'ઓર્બિટ એક્સપોર્ટ્સ લિમિટેડ'માં ટીએફઓ (TFO) મશીન ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. કંપની દ્વારા વર્ષ 2020માં કોઈપણ વાજબી કારણ, નોટિસ કે ખાતાકીય તપાસ વિના જ નલીનભાઈને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. આ અન્યાય સામે તેમણે એડવોકેટ આર.એચ. પરમાર, જીગ્નેશ એ. હરીયાણી અને વંદના એન. ગોહિલ મારફત સુરતની લેબર કોર્ટમાં ન્યાય માટે અરજી દાખલ કરી હતી.

કંપનીની 'સ્વેચ્છાએ નોકરી છોડી' હોવાની દલીલ કોર્ટે ફગાવી સુનાવણી દરમિયાન અદાલતે નોંધ્યું હતું કે કામદારની નોકરી સળંગ હતી અને કંપનીએ છટણી કરતી વખતે જરૂરી કાયદાકીય પ્રક્રિયા તેમજ શરતોનું પાલન કર્યું નથી. બીજી તરફ, કામદારે સ્વેચ્છાએ નોકરી છોડી દીધી હોવાની કંપનીની દલીલ પણ યોગ્ય પુરાવાના અભાવે કોર્ટમાં ટકી શકી ન હતી. અંતે અદાલતે કામદારની તરફેણમાં ચુકાદો આપી શ્રમિકોના હિતનું રક્ષણ કર્યું છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો