Mon, Nov 16, 2026Updated 01:50 PM IST
Google Preferred Source CTA

સુરતની હવામાં ઝેર, સવારે 7 વાગ્યે AQI 242 નોંધાયો:ડભોલી, અડાજણ, ભીમરાડ સહિત 7 વિસ્તારમાં પ્રદૂષણ ‘જોખમી’ કેટેગરીમાં

સુરત15 મિનિટ પેહલા
Loading advertisement...

હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું હોવાથી સુરત શહેર લગભગ 50% ખાલી થઈ ગયું છે અને લોકો વતન કે ફરવા ઉપડી ગયા છે. આ ઉપરાંત શહેરના અંદાજે 80% કાપડ ઉદ્યોગો અને સંલગ્ન યુનિટોમાં પણ વેકેશનના કારણે ઉત્પાદન બંધ છે. સામાન્ય રીતે ટ્રાફિક અને ઔદ્યોગિક ધમધમાટ ઘટવાથી હવા શુદ્ધ થવી જોઈએ, પરંતુ સુરતમાં તેનાથી તદ્દન વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. વેકેશન હોવા છતાં શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 226 નોંધાયો છે, જે 'અનહેલ્ધી' કરતાં પણ વધુ ગંભીર એટલે કે 'સિવિયર' કેટેગરીમાં આવે છે.

Loading advertisement...

દિલ્હી-કોલકાતા બાદ સુરતમાં સૌથી વધુ પ્રદૂષણ પ્રદૂષણની બાબતમાં સુરતે અમદાવાદને પણ પાછળ છોડી દીધું છે. દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં નવી દિલ્હી અને કોલકાતા બાદ સુરતની હવા પણ ખરાબ જોવા મળી છે. 16 નવેમ્બરના રોજ સવારે 7:01 વાગ્યે સુરતનો AQI 242 સુધી પહોંચી ગયો હતો. નવેમ્બર મહિનાના આંકડા પર નજર કરીએ તો, 9 નવેમ્બરે AQI 232 અને 15 નવેમ્બરે 195 નોંધાયો હતો, જે સતત વધી રહેલા પ્રદૂષણની ગંભીરતા દર્શાવે છે.

શહેરના પોશ વિસ્તારોમાં પણ હવા અત્યંત ખરાબ સુરતના વિવિધ વિસ્તારોના આંકડા ચોંકાવનારા છે. ભીમરાડમાં સૌથી વધુ 247 AQI (PM2.5: 172 µg/m³) નોંધાયો છે, જ્યારે આરોગ્ય નગરમાં 233, ગુરુ રામ પાવન ભૂમિ વિસ્તારમાં 231, ડભોલીમાં 223 અને અડાજણ ગામમાં 211 AQI સાથે હવા 'સિવિયર' શ્રેણીમાં પહોંચી છે. આ ઉપરાંત બલેશ્વરમાં પણ 194 AQI નોંધાયો છે. ઉદ્યોગો અને વાહનોની સંખ્યા ઘટી હોવા છતાં પ્રદૂષણનું સ્તર ઊંચું રહેતા શહેરીજનોના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે.

હવાની ગુણવત્તા માપવા માટે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)નો ઉપયોગ થાય છે. ભારતમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા હવાની ગુણવત્તાને 6 મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવી છે. AQIનો આંકડો જેટલો ઓછો, હવા તેટલી વધુ શુદ્ધ ગણાય છે અને જેટલો આંકડો વધે તેટલું સ્વાસ્થ્ય માટે જોખમ વધે છે.

નોંધ: આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ઘણી વેબસાઇટ્સ કે એપ્સ 200થી 300 વચ્ચેના સ્તરને જ 'સિવિયર' અથવા 'વેરી અનહેલ્ધી' તરીકે દર્શાવતી હોય છે, પરંતુ ભારતીય માપદંડ મુજબ 201-300 'ખરાબ' અને 401+ 'ગંભીર' શ્રેણીમાં આવે છે.
.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો