Mon, Nov 23, 2026Updated 04:42 PM IST
Google Preferred Source CTA

'4 વર્ષ મુકેશભાઈ સારા હતા, છેલ્લા વર્ષે ખરાબ થઈ જશે':ઓલપાડ ભાજપનો ભડકો જાહેર મંચ પર, 'ચિઠ્ઠીકાંડ' પર MLA મુકેશ પટેલે કહ્યું-જાહેરમાં નામ આપું, કોણે ચિઠ્ઠી લખી હતી

સુરત56 મિનિટ પેહલા
Loading advertisement...

સુરત જિલ્લામાં ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ અને જૂથબંધી હવે જાહેર મંચ પર આવી. સાયણમાં આયોજિત ભાજપના સ્નેહ મિલન સમારોહમાં ઓલપાડથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુકેશ પટેલે પક્ષમાં ચાલતા અંદરોઅંદરના ડખા અને ટાંટિયાખેંચને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Loading advertisement...

વિરોધી જૂથ પર નિશાન સાધતા કહ્યું હતું કે, "ચાર વર્ષ મુકેશભાઈ સારા હતા, હવે છેલ્લું વર્ષ આવ્યું એટલે મુકેશભાઈ ખરાબ થઈ જશે." તેમના આ નિવેદનથી સભામંડપમાં સોપો પડી ગયો હતો અને સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

બ્રિજેશ પટેલને કારોબારી અધ્યક્ષ બનતા રોકવા લખાઈ હતી ચિઠ્ઠી સુરત જિલ્લા પંચાયતના સભ્ય બ્રિજેશ પટેલ સાથે થયેલા અન્યાય અંગે પણ મોટો ઘટસ્ફોટ કર્યો હતો. મુકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, બ્રિજેશભાઈ જિલ્લા પંચાયતના સભ્ય બન્યા ત્યારબાદ ઓલપાડને વર્ષો પછી પહેલીવાર કારોબારી અધ્યક્ષનું મહત્વનું પદ મળવાનું હતું, જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત હતી. પરંતુ, આપણામાંથી જ અમુક લોકોએ બ્રિજેશભાઈ કારોબારી અધ્યક્ષ ન બને તે માટે ઉપર સુધી ચિઠ્ઠીઓ લખી હતી.

સ્નેહમિલનમાં લોકોને સાલ ઓઢાડી સ્વાગત કરવા મુકેશ પટેલ.

ચિઠ્ઠી લખનારાઓના નામ જાહેર કરવાની મુકેશ પટેલની ચીમકી મંચ પરથી અત્યંત આક્રમક અંદાજમાં મુકેશ પટેલે ચિઠ્ઠી લખનારાઓને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે, બ્રિજેશભાઈ, નામ આપું? અત્યારે બોલો, જાહેરમાં નામ આપું કે કોણે ચિઠ્ઠી લખી હતી? મારી પાસે બધા જ નામ છે. આ બધું કરીને તમે શા માટે તમારી પોતાની જ લીટી ટૂંકી કરો છો? ચૂંટણીના વર્ષ પહેલાં જ ભાજપના ધારાસભ્ય દ્વારા જાહેરમાં વ્યક્ત કરાયેલી આ નારાજગીને પગલે ઓલપાડ અને સુરત જિલ્લાના રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્કો તેજ બન્યા.

ચૂંટણીનું વર્ષ નજીક આવતા જ પક્ષમાં ટાંટિયાખેંચ સામે નારાજગી મુકેશ પટેલે પક્ષના અમુક તત્વોની કાર્યપદ્ધતિ સામે સીધો સવાલ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં પાર્ટીના કાર્યકરોને સંકુચિત માનસિકતામાંથી બહાર આવવાની અપીલ કરતા કહ્યું હતું કે, પક્ષમાં અમુક લોકો જ એવા છે જે સતત આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેનાથી સંગઠનને નુકસાન થઈ રહ્યું છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો