Fri, Nov 27, 2026Updated 11:50 AM IST
Google Preferred Source CTA

સુરતમાં ITની રેડ, ઉદ્યોગ જગતમાં ખળભળાટ:અકાય ઈન્ડસ્ટ્રીઝ-અરિહંત ડાયકેમના ડિરેક્ટરોના ઘર-ઓફિસ સહિતના સ્થળોએ 80થી વધુ અધિકારીઓનું સર્ચ

સુરત46 મિનિટ પેહલા
Loading advertisement...

સુરત શહેરના ઉદ્યોગ જગતમાં ફરી એકવાર આવકવેરા વિભાગે તવાઈ બોલાતા ખળભળાટ મચી ગયો છે. મુંબઈ અને સુરત ઈનકમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગ (DDI) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુંબઈમાં રજિસ્ટર્ડ અને સુરતમાં કાર્યરત ‘અકાય ઈન્ડસ્ટ્રીઝ’ તેમજ 'શ્રી અરિહંત ડાયકેમ' કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં બંને શહેરોના 80થી વધુ અધિકારીઓનો કાફલો જોડાયો છે, જેના કારણે કરચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Loading advertisement...

ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાને પણ સર્ચ આ દરોડા અંતર્ગત શ્રી અરિહંત ડાયકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાન, મુંબઈ સ્થિત કોર્પોરેટ ઓફિસ તેમજ બંને કંપનીઓના અન્ય ધંધાકીય સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સવારે 9:30 વાગ્યા સુધીમાં સામે આવેલી વિગતો મુજબ, હજુ પણ અન્ય કેટલાક સંબંધિત સ્થળોએ ઈનકમ ટેક્સના અધિકારીઓ પહોંચીને દસ્તાવેજો અને હિસાબી વ્યવહારોની તપાસ કરી રહ્યા છે, જેમાં મોટા પાયે બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો