Sat, Nov 28, 2026Updated 09:14 AM IST
Google Preferred Source CTA

સ્કૂલોની 500 મીટરની ત્રિજ્યામાં સાઇન બોર્ડ લાગશે:શાળા નજીક નશાકારક ચીજોના વેચાણ સામે પોલીસ સાથે મળી તપાસ થશે, વેચાણ જણાશે તો દુકાનો તુરંત બંધ કરાવી કડક કાર્યવાહી કરાશે

સુરત1 મહિનો પેહલા
Loading advertisement...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકના અનુસંધાનમાં ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ પરિપત્ર અંતર્ગત સમગ્ર ગુજરાતની તમામ શાળાઓમાં નશામુક્ત વિદ્યાલય અભિયાન હાથ ધરવામાં આવશે. નવી પેઢીને વ્યસનની બદીથી દૂર રાખવા અને શૈક્ષણિક પરિસરમાં સુરક્ષિત તેમજ સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે સરકારે આ પગલું ભર્યું છે.

Loading advertisement...

500 મીટરના ઘેરાવામાં પ્રતિબંધ અને સાઇન બોર્ડ શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા આદેશ અનુસાર, રાજ્યની દરેક શાળાની આસપાસ 500 મીટરના વિસ્તારમાં કોઈપણ પ્રકારની નશાકારક ચીજવસ્તુઓ ન મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. શાળાઓની આસપાસ 500 મીટરની ત્રિજ્યામાં ખાસ સાઇન બોર્ડ લગાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓમાં સતત જાગૃતિ જળવાઈ રહે. આ ઉપરાંત શાળાઓમાં દૈનિક પ્રાર્થના સભા દરમિયાન વિદ્યાર્થીઓને નશાના ગંભીર પરિણામો વિશે માર્ગદર્શન આપીને સાવચેત કરવામાં આવશે.

આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે સંકલન કરી કડક પગલાં શાળા પરિસરમાં અનિચ્છનીય ઘટનાઓ કે અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે શિક્ષણ તંત્ર સક્રિય બન્યું છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ સિંહ પરમારે જણાવ્યું હતું કે કચેરી દ્વારા બાળકોમાં અવેરનેસ લાવવામાં આવશે અને આરોગ્ય તેમજ ગૃહ વિભાગ એટલે કે પોલીસ તંત્ર સાથે સંકલન સાધીને તપાસ હાથ ધરાશે. જો શાળા નજીક કોઈપણ પ્રકારની નશાકારક વસ્તુઓનું વેચાણ થતું જણાશે તો તેને તાત્કાલિક બંધ કરાવી જવાબદારો સામે કડક કાનૂની પગલાં લેવાશે.

2047ના વિકસિત ભારતના સ્વપ્ન માટે યુવાધનને અપીલ જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને વિશેષ અપીલ કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2047ના વિકસિત ભારતનું જે સ્વપ્ન છે, તેના સાચા આધારસ્તંભ આજના વિદ્યાર્થીઓ અને ભાવી યુવાધન છે. આપણું શરીર અને ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે કોઈએ ખોટા રસ્તે ન વળવું જોઈએ. તેમણે ઉમેર્યું કે ભારત સરકાર અને ગુજરાત સરકાર આ બાબતે સંપૂર્ણ કટિબદ્ધ છે, જેને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ પરિપત્ર અમલી બનાવ્યો છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો