Sat, Nov 28, 2026Updated 02:27 AM IST
Google Preferred Source CTA

ધૂમ સ્ટાઇલમાં બાઈક દોડાવતા નબીરાઓ સામે તવાઈ:અડાજણમાં રાત્રિ પેટ્રોલિંગમાં સ્પીડના શોખીનો પકડાયા, 11 બાઈક-બુલેટ જપ્ત

સુરત2 મહિનો પેહલા
Loading advertisement...

સુરતમાં નવરાત્રીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. તહેવારો ટાણે જાહેર રસ્તાઓ પર કોઈ અણબનાવ ન બને અને સામાન્ય નાગરિકો શાંતિપૂર્ણ રીતે અવરજવર કરી શકે તે હેતુથી સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરભરમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે તમામ મુખ્ય ચાર રસ્તાઓ, એન્ટ્રી પોઇન્ટ્સ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત કરીને વાહનોની આકરી તપાસ કરવામાં આવી રહી છે.

Loading advertisement...

અડાજણમાં બેફામ દોડતી બાઈકો પર તવાઈ આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન અડાજણ વિસ્તારમાં પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત્રે અડાજણના મુખ્ય માર્ગો પર ધૂમ સ્ટાઇલમાં અત્યંત જોખમી રીતે બાઈક હંકારીને જાહેર જનતાની સુરક્ષા જોખમમાં મૂકતા નબીરાઓ સામે પોલીસે તવાઈ બોલાવી હતી. જાહેર માર્ગો પર સ્ટંટબાજી કરતા અને કર્કશ અવાજ કરતા સાયલેન્સર સાથે નીકળેલા ચાલકોને પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા, જેના કારણે રસ્તા પર રોફ જમાવતા તત્ત્વોમાં દોડધામ મચી ગઈ હતી.

11 બાઈક સહિત બુલેટ જપ્ત, કડક કાર્યવાહી પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવતા ચાલકો પાસેથી 11 બાઈક તેમજ મોંઘીદાટ બુલેટ સહિતના વાહનો કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ વાહનચાલકો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, શહેરમાં મોડી રાત્રે રેસ લગાવતા કે જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા અસામાજિક તત્ત્વો સામે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો