Sat, Nov 28, 2026Updated 07:52 PM IST
Google Preferred Source CTA

30 નવેમ્બરથી GSOSની પરીક્ષા:સુરત જિલ્લામાં 1,749 પરીક્ષાર્થી માટે 2 કેન્દ્રો

બારડોલી2 દિવસ પેહલા
Loading advertisement...

ગુરુવાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB), ગાંધીનગર સંચાલિત ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) ની ધો. 10 અને ધો. 12 સામાન્ય પ્રવાહના નિયમિત, રિપીટર, પૃથક અને ખાનગી ઉમેદવારોની પરીક્ષા આગામી તા. 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર, 2026 દરમિયાન યોજાશે.

Loading advertisement...

સુરત ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1,749 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં ધો. 10ના 1,225 અને ધો. 12 સામાન્ય પ્રવાહના 524 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે 2 પરીક્ષા કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે.

બારડોલી કેન્દ્રમાં નિયત કરાયેલી શાળા

  • SSC (ધો. 10) : બારડોલી કેન્દ્ર ખાતે બી.એ.બી.એસ. હાઈસ્કૂલ યુનિટ-1 ખાતે પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
  • HSC સામાન્ય પ્રવાહ (ધો. 12) : બારડોલી કેન્દ્ર ખાતે એમ.યુ.એસ. ઈંગ્લિશ મિડિયમ હાઈસ્કૂલ અને કન્યા વિદ્યાલય, અસ્તાન બારડોલી યુનિટ-1 ખાતે પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે. વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓનું આયોજન

વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓનું આયોજન‎ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, વીજળી અને પરિવહન સહિતની જરૂરી સુવિધાઓ જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગો દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યોની સુવિધા માટે પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો