Sun, Nov 29, 2026Updated 06:30 AM IST
Google Preferred Source CTA

CMને રજૂઆત:હિંમતનગર નવી સિવિલમાં સોનોગ્રાફી યુનિટ 24 કલાક માટે શરૂ કરો: કોંગ્રેસ

હિંમતનગર1 કલાક પેહલા
Loading advertisement...

હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સોનોગ્રાફીની અપૂરતી સુવિધાને લીધે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

Loading advertisement...

મુખ્યમંત્રીને સિવિલમાં 24 કલાક સોનોગ્રાફી સુવિધા શરૂ કરવા વધારાના સ્ટાફની વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ છે.

કોંગ્રેસ અગ્રણી કુમાર ભાટે કરેલ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી વહેલી સવારે મોટી આશા સાથે હોસ્પિટલ પહોંચતી સગર્ભા મહિલાઓ અને અન્ય દર્દીઓને માત્ર 150ના ક્વોટાના બહાને તપાસ્યા વગર 2 દિવસ પછી આવજો કહીને પરત ધકેલી દેવાતા હોવાનો આક્ષેપ કરાયો છે.

સવારે 10 વાગ્યા પછી આવતા દર્દીઓને વારંવાર ધરમધક્કા ખાવા પડતાં તેઓ આર્થિક અને શારીરિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.

ઈમરજન્સી કે ગંભીર બીમારીના કિસ્સામાં દિવસો સુધી સોનોગ્રાફી માટે રાહ જોવી દર્દીઓ માટે જીવલેણ નીવડી શકે છે. કોંગ્રેસ અગ્રણીએ મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રી, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર, સિવિલ સર્જન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પણ લેખિત જાણ કરી ત્વરિત નિરાકરણ લાવવા માંગ કરી છે.

હોસ્પિટલમાં 24 કલાક સોનોગ્રાફી યુનિટ કાર્યરત કરાય તો જ છેવાડાના કોઈપણ દર્દીને તપાસ વિના નિરાશ થઈને પાછા જવું ન પડે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો