દેવ દિવાળીએ વૈજનાથ મહાદેવને ત્રિપુરાસુર વધનો શણગાર:રાયગઢના મંદિરમાં યુવક મંડળે 20 કિલો રંગોથી શિવની લીલા રજૂ કરી
શૈલેષ ચૌહાણ | સાબરકાંઠા (હિંમતનગર)27 મિનિટ પેહલા
Loading advertisement...
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામના વૈજનાથ મહાદેવ મંદિરમાં દેવ દિવાળીએ ભગવાનને ત્રિપુરાસુર વધનો શણગાર કરવામાં આવ્યો હતો. યુવક મંડળે આશરે 20 કિલો વિવિધ રંગોનો ઉપયોગ કરીને શિવની લીલા રજૂ કરી હતી.
Loading advertisement...
મંદિરના અર્પિત શુક્લાએ ફોન પર જણાવ્યું કે યુવક મંડળે દેવ દિવાળીના દિવસે ભગવાન વૈજનાથદાદાને આ વિશેષ શણગાર અર્પણ કર્યો હતો. તેમાં ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હોવાની પૌરાણિક કથા દર્શાવવામાં આવી હતી. આ શણગાર જોવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા હતા.
.
