Sun, Nov 29, 2026Updated 09:48 PM IST
Google Preferred Source CTA

9 માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 14,149 ઝડપાયા:RTOએ જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં ₹ 5.12 કરોડનો દંડ ફટકાર્યો, ઓવરલોડ વાહનો-વ્હાઈટ LED, લાઈસન્સ વિના વાહનચાલકોની સંખ્યા વધુ

રાજકોટ2 મહિનો પેહલા
Loading advertisement...
રાજકોટ RTO દ્વારા દંડનીય કાર્યવાહી

રાજકોટ આરટીઓ કચેરી દ્વારા ચાલુ વર્ષે 9 માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 14,149 વાહન ચાલકોને રૂ.5.12 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં અકસ્માત માટે જોખમરૂપ ઓવરલોડ વાહનો, વ્હાઇટ લાઇટ LED અને લાઇસન્સ વિનાના વાહન ચાલકોની સંખ્યા વધુ જોવા મળી છે. વર્ષ 2026 ના પ્રારંભે જાન્યુઆરી માસમાં ટ્રાફિક નિયમોનો ભંગના 893 કેસ નોંધાયા હતા. જે હવે 2,000 ને પાર પહોંચી ગયા છે. જેથી કહી શકાય કે RTO દ્વારા આકરો દંડ કરવા છતાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓની સંખ્યામાં ઘટાડાને બદલે ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જે ચિંતાજનક છે.

Loading advertisement...
RTO અધિકારી ઇન્દ્રજીત ટાંક

દંડની વસૂલાત સાથે અનેક વાહનોને ડિટેઈન રાજકોટ RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, RTO ચેકિંગ દરમિયાન વ્હાઇટ LED લાઈટ, PUC પ્રમાણપત્ર, રિફ્લેક્ટર અથવા રેડિયમ પટ્ટી, ડ્રાઈ વિંગ લાઇસન્સ સહિતના મુદ્દાઓ પર પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન અને અન્ય વિવિધ નિયમભંગના કેસોમાં પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. નિયમોના ભંગ બદલ દંડની વસૂલાત સાથે અનેક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ઈ-ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો