Mon, Nov 30, 2026Updated 03:45 AM IST
Google Preferred Source CTA

રાજકોટમાં 41 કોમર્શિયલ ગરબા આયોજકોને ફાયર NOC:ખેલૈયાઓની સુરક્ષા માટે ફાયર વિભાગ સજ્જ; નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી; ફાયર સ્ટેશનો પર 24 કલાક સ્ટાફ તૈનાત

રાજકોટ2 મહિનો પેહલા
Loading advertisement...
ફાઇલ તસ્વીર

રાજકોટ શહેરી અને રૂડા હેઠળના વિસ્તારોમાં યોજાનારા કોમર્શિયલ ગરબા મહોત્સવોમાં ખેલૈયાઓની સુરક્ષા નિશ્ચિત કરવા ફાયર વિભાગે કડક પગલાં લીધા છે. કુલ 48 અરજીઓ પૈકી 41 ગરબા આયોજકોને તમામ સુરક્ષા માપદંડો પૂર્ણ જણાતા ટેમ્પરરી ફાયર NOC ઈશ્યુ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ સક્રિય કામગીરીથી ખેલૈયાઓ અને દર્શકો કોઈ પણ જાતના ડર વગર સુરક્ષિત વાતાવરણમાં નવરાત્રીનો ઉત્સવ માણી શકશે.

Loading advertisement...

સુરક્ષા નિયમોનું કડક પાલન ચીફ ફાયર ઓફિસર અમિત દવેના જણાવ્યા અનુસાર સુરક્ષા નિયમો સાથે કોઈ સમજૂતી કરવામાં આવી નથી. નવી ગાઈડલાઈન્સ મુજબ દરેક ગરબા ગ્રાઉન્ડ પર 200 લીટર ક્ષમતાના પાણીથી ભરેલા બેરલ, 6 કિલોના ABC ટાઈપના ફાયર એક્સટિંગ્યુશર અને 4.5 કિલોના CO2 ફાયર એક્સટિંગ્યુશર ચાલુ સ્થિતિમાં રાખવા ફરજિયાત કરાયા છે. જે આયોજકોએ તમામ સાધનો વસાવી નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે તેમને જ મંજૂરી આપવામાં આવી છે.

24 કલાક સ્ટાફ અને ટીમ તૈનાત બાકી રહેલી 7 અરજીઓ અંગે પણ સાંજ સુધીમાં સ્થળ તપાસ પૂર્ણ કરી જરૂરી પ્રક્રિયા બાદ NOC આપવામાં આવશે. નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે યોજાતા ગરબામાં લાખોની ભીડ એકત્ર થતી હોવાથી કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા રાજકોટના તમામ ફાયર સ્ટેશનો પર 24 કલાક સ્ટાફ તૈનાત રહેશે. જો કોઈ આયોજક મંજૂરી કે સુરક્ષા સાધનો વગર આયોજન કરશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો