Sun, Nov 29, 2026Updated 07:20 PM IST
Google Preferred Source CTA

લોકરક્ષકની 12,752 જગ્યા માટે વિસ્તૃત નોટિફિકેશન જાહેર:5000 મીટર દોડ 25 મિનિટમાં પૂરી કરવી પડશે, લેખિતમાં 40% ગુણ લેવા ફરજિયાત

રાજકોટ3 દિવસ પેહલા
Loading advertisement...

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,752 જગ્યાઓની સીધી ભરતી માટે નોટિફિકેશન જાહેર કરાયું છે. ઉમેદવારો 16 ડિસેમ્બર સુધી OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. ભરતીમાં પહેલા શારીરિક કસોટી અને ત્યારબાદ 200 ગુણની MCQ લેખિત પરીક્ષા લેવાશે.

Loading advertisement...

ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માસિક રૂ.26,000 ફિક્સ પગાર મળશે. 5000 મીટર દોડ 25 મિનિટમાં પૂરી કરવી પડશે, બે તબક્કામાં પરીક્ષા લેવાશે, લેખિત પરીક્ષામાં પાર્ટ-A અને પાર્ટ-B બંનેમાં અલગ-અલગ 40 ટકા ગુણ ફરજિયાત છે. ધોરણ-12 પાસ http://ojas.gujarat.gov.in અથવા http://ojas.gujarat.gov.in પર અરજી કરી શકશે.

ઉંમર 18થી 33 વર્ષ જરૂરી, ખોટા જવાબ પર 0.25 નેગેટિવ માર્કિંગ

વયમર્યાદા અને ફી | તા.16/12/2026ના રોજ ઉંમર 18થી 33 વર્ષ હોવી જોઈએ. અનામત કેટેગરીના પુરુષ અને સામાન્ય મહિલાને 5 વર્ષ તથા અનામત મહિલાને 10 વર્ષની છૂટ મળશે. ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ.100 ફી તા.19/12/2026 સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે.

Loading advertisement...

ખાસ નિયમો | દરેક ખોટા જવાબ પર 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. જવાબ ન આપવો હોય તો ‘E’ વિકલ્પ પસંદ કરવો ફરજિયાત છે. વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવશે નહીં.

વધારાના ગુણ | NCC ‘C’ સર્ટિફિકેટ ધરાવનારને 2 ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કોર્સ મુજબ 3થી 10 ગુણ તેમજ રમતવીરો અને વિધવા મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષાના કુલ ગુણના 5% વધારાના ગુણ મળશે.

હેલ્પલાઇન | કોઈપણ મૂંઝવણ હોય તો તા.26/11થી 16/12 દરમિયાન ટોલ ફ્રી નંબર 1800 233 5500 પર સવારે 10:30થી સાંજે 18:00 વાગ્યા સુધી સંપર્ક કરી શકાશે.

આવી રહેશે પરીક્ષા પદ્ધતિ

પ્રથમ તબક્કો (શારીરિક કસોટી) આ કસોટી માત્ર ક્વોલિફાઇંગ રહેશે. પુરુષોએ 5,000 મીટર 25 મિનિટમાં, મહિલાઓએ 1,600 મીટર દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં, એક્સ સર્વિસમેને 2,400 મીટર દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.

બીજો તબક્કો (લેખિત પરીક્ષા) | શારીરિક કસોટી પાસ કરનારની 200 ગુણની પરીક્ષા લેવાશે. તેમાં પાર્ટ-A (80 ગુણ: રિઝનિંગ, ગણિત, ગુજરાતી કોમ્પ્રિહેન્શન) અને પાર્ટ-B (120 ગુણ: બંધારણ, કરંટ અફેર્સ, વિજ્ઞાન-ટેક્નોલોજી, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ) રહેશે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો