Fri, Nov 27, 2026Updated 12:24 PM IST
Google Preferred Source CTA

ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો બોર્ડ સુધી પહોંચતા મામલો શાંત પાડવા પ્રયાસ:અઢળક ફરિયાદો બાદ આખરે મનપાના બે ટાઉન પ્લાનરની અરસપરસ બદલી

રાજકોટ1 દિવસ પેહલા
Loading advertisement...

મ્યુનિસિપલ કમિશનર દ્વારા મનપાના ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનરની ભરતી કરવામાં આવી હતી. 14 માસ પૂર્વે નોકરીએ લાગેલા અને હાલ પ્રોબેશન પિરિયડ પર રહેલા ત્રણ ટાઉન પ્લાનર પૈકી બે સામે ભ્રષ્ટાચારની ફરિયાદ ઉચ્ચકક્ષાએ પહોંચ્યા બાદ મ્યુનિ. કમિશનરે બન્ને ટીપીઓની અરસપરસ બદલીના ઓર્ડર કર્યા છે

Loading advertisement...

શહેરના ત્રણેય ઝોનમાં ગત 22 જુલાઈ 2025ના રોજ ટાઉન પ્લાનરની ભરતી કરવામાં આવી છે. હાલ તેઓ બે વર્ષના પ્રોબેશન પિરિયડ પર છે. જેમાં ઈસ્ટ જોનમાં અભી પટેલ, વેસ્ટ ઝોનમાં હેતલ સોરઠિયા અને વેસ્ટ ઝોનમાં ભાર્ગવ બારવડિયા ટાઉન પ્લાનર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.

જે પૈકી અભી પટેલ અને ભાર્ગવ બારવડિયા વિરુદ્ધ તપાસ ચાલુ હતી ત્યારે જ મ્યુનિ. કમિશનરે ભાર્ગવ બારવડિયાની ઈસ્ટ ઝોનમાં ટીપીઓ તરીકે અને ઈસ્ટ ઝોનના ટીપીઓ અભી પટેલની વેસ્ટ ઝોનના ટીપીઓ તરીકે બદલીના હુકમ કરી ટીપીઓ વિરુદ્ધ થયેલા આક્ષેપો ઉપર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો છે.

મ્યુનિ. કમિશનરે દાખલો બેસાડવાના બદલે આશ્ચર્ય સર્જ્યું ટીઆરપી ગેમ ઝોન બાદ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગના ત્રણેય ઝોનમાં ટીપીઓની નિમણૂક કરવામાં આવી છે અને ચોથા મેઇન ટોપીઓ પણ છે, છતાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ છેલ્લા બે વર્ષથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે ભાર્ગવ બારવડિયા વિરુદ્ધ એસીબીમાં તપાસ પણ ચાલુ છે અને આ મુદ્દે મ્યુનિ. કમિશનરે પણ અગાઉ ખાતાકીય તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું, છતાં તેમની નિમણૂક અન્ય વિભાગમાં કરી દાખલો બેસાડવાના બદલે સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપવામાં આવી છે. તેવા ઈસ્ટ ઝોનમાં નિમણૂક કરી આશ્ચર્ય સર્જ્યું છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો