Mon, Nov 23, 2026Updated 06:40 AM IST
Google Preferred Source CTA

અકસ્માતને ઓપન ઇન્વિટેશન:રૈયા રોડથી ગાંધીગ્રામ સુધી તૂટેલા ઢાંકણાં બન્યા જોખમી

રાજકોટ1 કલાક પેહલા
Loading advertisement...

મનપા દ્વારા સ્માર્ટ સિટીની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વોર્ડ નં. 9ની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વોર્ડ નં. 9માં આવેલી વિવિધ સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર ગટરના (મેનહોલના) ઢાંકણાં અત્યંત જોખમી હાલતમાં હોવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. રૈયા રોડથી લઈને ગાંધીગ્રામ સુધીના સમગ્ર વિસ્તારમાં ઠેર-ઠેર આવી જ ગંભીર સમસ્યા જોવા મળી રહી છે.

Loading advertisement...

રસ્તાની વચ્ચોવચ આવેલા ગટરના ઢાંકણાંની આસપાસનો ડામર અને પેવર બ્લોક ઉખડી ગયા છે. કેટલાક સ્થળોએ ઢાંકણાં રોડ લેવલથી ઘણા ઊંડા બેસી ગયા છે, તો અમુક જગ્યાએ ઢાંકણાં બહારની તરફ ઉપસી આવ્યા છે અને તેની આસપાસ ઊંડા ખાડા પડી ગયા છે. એક ઢાંકણાની વચ્ચે તો મોટું બાકોરું પણ પડી ગયું છે, જે સીધું અકસ્માતને નોતરું આપી રહ્યું છે.

આ વિસ્તારમાંથી દરરોજ હજારો વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો પસાર થાય છે. વાહનનું ટાયર આ ખાડા કે ઉપસેલા ઢાંકણા સાથે અથડાતા વાહનચાલકો સંતુલન ગુમાવીને પટકાઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.

કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય તે પહેલાં મનપા દ્વારા તાત્કાલિક ધોરણે આ જોખમી ઢાંકણાંનું સમારકામ કરીને રોડ લેવલ મુજબ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગઉઠી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો