શીતળા મંદિર બ્રિજ પર ટ્રેક્ટર-ટ્રોલી પલટી:અલખરામ કોરીનું મોત, ત્રણને ગંભીર ઈજા, અચાનક બ્રેક લાગતાં કાબૂ ગુમાવ્યો, શાપરથી રાજકોટ જતી હતી ટ્રોલી
કેતન કતબા | કોટડાસાંગાણી, રાજકોટ2 કલાક પેહલા
Loading advertisement...
શાપર–વેરાવળ નજીક શીતળા મંદિર બ્રિજ પર લોખંડનો સોલ ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી ગઈ હતી. આ અકસ્માતમાં અંદાજે 35 વર્ષના અલખરામનું ઘટનાસ્થળે મોત થયું હતું. ટ્રોલીમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી.ટ્રેક્ટર-ટ્રોલી શ્રી લક્ષ્મી ટ્રેડર્સ નામના ભંગારના ડેલાની હતી. તે શાપરથી રાજકોટ તરફ જઈ રહી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આગળ અચાનક બ્રેક લાગતાં ચાલકે ટ્રેક્ટર પરથી કાબૂ ગુમાવ્યો હતો.
Loading advertisement...
સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમે ઈજાગ્રસ્તોને શાપર–વેરાવળની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.અકસ્માત બાદ બ્રિજ પર ટ્રાફિકજામ થયો હતો. જનરક્ષક 112ને જાણ થતાં શાપર–વેરાવળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા ફરી શરૂ કરાવી અને અકસ્માતની તપાસ હાથ ધરી છે.
.
