શાપર-વેરાવળના ગેરેજમાંથી વિદેશી દારૂની 144 બોટલ પકડાઈ:રાજકોટ LCBએ બે આરોપી પકડ્યા, ₹1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
કેતન કતબા | કોટડાસાંગાણી, રાજકોટ2 મહિનો પેહલા
Loading advertisement...
રાજકોટ ગ્રામ્ય LCBએ શાપર-વેરાવળના દાસારામ ઓટો ગેરેજ પર દરોડો પાડ્યો. પોલીસે વિદેશી દારૂની ૧૪૪ બોટલ અને બે મોબાઈલ ફોન સહિત કુલ ₹૧,૨૫,૧૪૪નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ કેસમાં બે આરોપીઓ પકડાયા છે.પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ખબર મળી હતી કે મનીષ બળવતભાઈ સોદરવા અને ભાર્ગવ રાજાભાઈ પીપરોતર ગેરેજમાંથી દારૂ વેચી રહ્યા હતા. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડી દારૂનો જથ્થો શોધી કાઢ્યો.
Loading advertisement...
પકડાયેલા આરોપીઓમાં શાપર-વેરાવળના ૨૬ વર્ષીય મનીષ બળવતભાઈ સોદરવા અને ૨૧ વર્ષીય ભાર્ગવ રાજાભાઈ પીપરોતરનો સમાવેશ થાય છે. મનીષ સામે અગાઉ પ્રોહિબિશનના બે કેસ પણ નોંધાયેલા છે.બંને આરોપીઓ સામે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ છે.
.
