Mon, Nov 16, 2026Updated 06:42 PM IST
Google Preferred Source CTA

હનુમાન જયંતિએ પોરબંદરમાં અનોખી ભક્તિ:મહારક્તદાન કેમ્પમાં માત્ર 24 કલાકમાં 5000 બોટલ રક્ત એકત્રિત, યુવાનોથી લઈ જવાનો સુધી સહભાગી

Chauhan Jiteshkumar Jayantilal | પોરબંદર2 વર્ષ પેહલા
Loading advertisement...

પોરબંદરમાં હનુમાન જયંતિની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે. સુદામાચોક વિસ્તારમાં આવેલા બાલા હનુમાન મંદિર ખાતે બાલા હનુમાન સેવા સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Loading advertisement...

શનિવારે સાંજથી શરૂ થયેલા કેમ્પમાં માત્ર ત્રણ કલાકમાં 1500 બોટલ રક્ત એકત્રિત થયું હતું. રવિવારે હનુમાન જયંતિના દિવસે સવારથી જ રક્તદાતાઓનો ધસારો જોવા મળ્યો હતો. પોરબંદર ઉપરાંત રાણાવાવ, કુતિયાણા, કડછ અને બગવદર ખાતે પણ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મહારક્તદાન કેમ્પમાં અમદાવાદની યુ.એન. મહેતા અને જી.આર. કેન્સર હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ, જામનગર સિવિલ હોસ્પિટલ, રાજકોટ રેડક્રોસ ટીમ તેમજ પોરબંદરની ભાવસિંહજી અને આશા હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

કેમ્પમાં યુવાનો, મહિલાઓ, યુવતીઓ સાથે કોસ્ટગાર્ડ, નેવી અને આર્મીના જવાનોએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી. માત્ર 24 કલાકમાં કુલ 5000 બોટલ રક્ત એકત્રિત થતાં પોરબંદરમાં રક્તદાનનો નવો ઇતિહાસ રચાયો છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો