Thu, Nov 26, 2026Updated 06:42 AM IST
Google Preferred Source CTA

વાલોળ,વાલ,તુવેર,વટાણા સહિતના લીલા શાકભાજી બજારમાં ઉપલબ્ધ:શિયાળાની શરૂઆતમાં શાકભાજીની આવક વધી

પોરબંદર1 કલાક પેહલા
Loading advertisement...

શિયાળાની શરૂઆત થતાં જ પોરબંદરના શાકભાજી બજારમાં શિયાળુ શાકભાજીની આવક શરૂ થઈ છે. બજારમાં વાલોળ, વાલ, તુવેર, વટાણા, ગુવાર સહિતની શિયાળામાં વિશેષ ઉપયોગમાં લેવાતી લીલી શાકભાજી જોવા મળી રહી છે.

Loading advertisement...

આ ઉપરાંત ભીંડા, ચોરાફળી, મરચાં, રીંગણ, નાના રીંગણ, ટીંડોરા, કાકડી, કારેલા, કોબી, ગાજર, મૂળા, લીલી ડુંગળી અને સરગવાની સિંગની પણ આવક થઈ રહી છે. શાકભાજીની સાથે ધાણા, મેથી, પાલક, આદુ, લીંબુ, હળદર અને પાંદડી જેવી વસ્તુઓ પણ બજારમાં ઉપલબ્ધ બની છે. હાલમાં વિવિધ શાકભાજીના ભાવ રૂ.60થી રૂ.120 પ્રતિ કિલો સુધી જોવા મળી રહ્યા છે. ખાસ કરીને શિયાળાની ઓળખ સમાન ઊંધિયું અને રીંગણના ઓળા બનાવવા માટે જરૂરી શાકભાજી બજારમાં મળવા લાગતાં ગૃહિણીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વિવિધ શાકભાજીની આવક શરૂ થતાં ઊંધિયું બનાવવા માટે જરૂરી સામગ્રી બજેટમાં મળી રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આગામી દિવસોમાં શિયાળુ શાકભાજીની આવક વધવાની સાથે બજારમાં વધુ વિવિધતા જોવા મળી શકે છે.

રૂ.60થી રૂ.120 પ્રતિ કિલો સુધીના ભાવથી ઊંધિયું બનાવવાનું‎બજેટ પણ અનુકૂળ : ટમેટાં રૂ.30થી 50ના કિલો‎ શિયાળાની શરૂઆત સાથે ટમેટાંની આવક પણ બજારમાં જોવા મળી રહી છે. હાલમાં ટમેટાંના ભાવ રૂ.30થી 50 પ્રતિ કિલો આસપાસ હોવાથી ગૃહિણીઓ માટે ટમેટાંનું સૂપ બનાવવું પણ બજેટમાં બની રહ્યું છે. ઠંડીની ઋતુમાં ગરમાગરમ ટમેટાંના સૂપની માંગ રહેતી હોય છે ત્યારે પોષણ અને સ્વાદથી ભરપૂર સૂપનો સ્વાદ માણવા ઇચ્છતા લોકો માટે ભાવ રાહતરૂપ બન્યા છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો