Mon, Nov 16, 2026Updated 02:25 PM IST
Google Preferred Source CTA

રામકથામાં વાલ્મીકિ સમાજની ચાર દીકરીઓનું સન્માન:બાસ્પામાં સમાનતા અને એકતાનો સંદેશ અપાયો

જીતેન્દ્રકુમાર સાધુ | હારિજ, પાટણ21 કલાક પેહલા
Loading advertisement...

બાસ્પા ગામમાં ચાલી રહેલી રામકથા દરમિયાન વાલ્મીકિ સમાજની ચાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સમાજમાં સમાનતા અને એકતાનો સંદેશ અપાયો.

Loading advertisement...

વીરભૂમિ વઢિયારના સમી તાલુકાના બાસ્પા ગામમાં મહર્ષિ દયાનંદ વિદ્યા સંકુલ ખાતે ‘રામકથાથી રાષ્ટ્રીય કથા’ અને આર્ય વિરાંગના શિબિર યોજાઈ રહ્યાં છે. રામકથા આંતરરાષ્ટ્રીય કથાકાર અને વક્તા પીઠાચાર્ય પૂજ્ય વિદુષી અંજલીજી આર્યના સાનિધ્યમાં ચાલી રહી છે.મહર્ષિ દયાનંદ વિદ્યા સંકુલ પરિવાર, બાસ્પા, શ્રીમતી હસુબા અજમલભાઈ આર્ય, અજમલભાઈ ગાંડાભાઈ આર્ય તથા શ્રીમતી સેજલબા અને કૌશિકકુમાર અજમલભાઈ રાઠોડ પરિવારે દીકરીઓનું સન્માન કર્યું. કથાકાર પૂજ્ય વિદુષી અંજલીજી આર્યએ પણ તેમને સન્માનિત કરીને પ્રોત્સાહિત કર્યા.

Loading advertisement...

આ પ્રસંગે ઊંચ-નીચના ભેદભાવથી ઉપર ઊઠીને સૌને સમાન માન-સન્માન આપવાનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં સામાજિક એકતા, સમાનતા અને ભાઈચારાની ભાવના પર ભાર મૂકાયો.

સાત દિવસીય રામકથા અને આર્ય વિરાંગના શિબિર કારતક સુદ 3, 12 નવેમ્બર ગુરુવારથી કારતક સુદ 9, 18 નવેમ્બર બુધવાર સુધી યોજાઈ રહ્યાં છે. રામકથાનો સમય બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી છે. શિબિર સવારે 5થી બપોરે 12:15 વાગ્યા સુધી ચાલે છે.

શિબિરમાં આચાર્ય યોગેશ વૈદિક અને સુશ્રી પ્રાચીબેન આર્ય માર્ગદર્શન આપી રહ્યાં છે. સમગ્ર આયોજન મહર્ષિ દયાનંદ વિદ્યા સંકુલ, બાસ્પા ખાતે અજમલભાઈ ગાંડાભાઈ આર્ય પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામકથામાં જોડાઈ રહ્યાં છે. રામકથાનો સંદેશ ધર્મની સાથે સમાજમાં સમાનતા, માનવતા અને એકતાની ભાવના જગાડવાનો પણ છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો