Sun, Nov 22, 2026Updated 06:08 AM IST
Google Preferred Source CTA

'માયા અપની બાતસે પલટ નહીં શકતા, ઈજ્જત હૈ અપૂન કા':કેદીઓએ જેલમાંથી 'શૂટઆઉટ એટ વડાલા'નો ડાયલોગ મારતો વીડિયો વાઇરલ કરતાં અડધી રાત્રે SOGની રેડ

પંચમહાલ (ગોધરા)4 વર્ષ પેહલા
Loading advertisement...

'સાલા અપૂન હી જાકે ફંટર લોગો સે માફી માંગેગા તો કૈસે ચલેગા, માયા અપની બાતસે પલટ હી નહીં શકતા, ઈજ્જત હૈ અપૂન કા'... આ 'શૂટઆઉટ એટ વડાલા' ફિલ્મનો ડાયલોગ મારતો વીડિયો ગોધરા સબ જેલના કેદીઓએ જેલમાંથી વાઇરલ કર્યો હતો. વીડિયો વાઇરલ થતાં જ પોલીસ વિભાગ એકશનમાં આવી ગયો હતો. એને લઈ ગત અડધી રાત્રે SOG, LCB, પેરોલ ફલો તેમજ સબ જેલની જડતી ટીમે રેડ મારી હતી. ચેકિંગ દરમિયાન ગોધરા સબ જેલમાંથી નવ મોબાઈલ ઝડપાયા હતા. આ ચકચારી ઘટના સામે આવતાં સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊઠવા પામ્યા છે.

Loading advertisement...

ડાયોલગ મારતો વીડિયો વાઇરલ થતાં પોલીસ વિભાગ હરકતમાં આવ્યો ગોધરા શહેરમાં આવેલી સબ જેલમાં SOG, સ્થાનિક LCB પેરોલ ફલો તેમજ સબ જેલની જડતી ટીમ દ્વારા ગત મોડી રાત્રિ દરમિયાન કાચાકામના કેદીઓનાં બેરેકમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ બેરેકની તપાસ દરમિયાન 9 જેટલા મોબાઈલ ફોન મળ્યાં હતા. હાલ તો સમગ્ર બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકે સબ જેલના ઇન્ચાર્જ જેલર દ્વારા 3 જેટલા કાચાકામના કેદીઓની સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Loading advertisement...

જેલનાં બારી-બારણાં તથા સંડાસ-બાથરૂમ વગેરેની તપાસ કરાઈ સમગ્ર બનાવ સંદર્ભે ગોધરા સબ જેલના ઇન્ચાર્જ જેલર ભગીરથસિંહ કેસરસિંહ જાખળે જણાવ્યું હતું કે ગત તા. 20/04/2023ના રોજ જેલના કેટલાક કેદીઓનો વીડિયો વાઇરલ થયો છે, તેવી ગુપ્ત બાતમી મળી હતી, જેથી તત્કાલિક જેલની ઝડતી સ્કવોડ તેમજ ફરજ પરના સ્ટાફ તેમજ પંચમહાલ જિલ્લાના એલસીબી, એસઓજી ,તેમજ જિલ્લા પેરોલ ફર્લોના અધિકારી તથા સંયુક્ત કર્મચારીઓની ટીમ રાત્રે 10થી 1 કલાક દરમિયાન બેરેકોની તેમજ બેરેકના તમામ કેદીઓની અંગ ઝડતી તેમજ જેલનાં બારી-બારણાં તથા સંડાસ-બાથરૂમ વગેરેની તપાસ હાથ ધરવામાં આવી હતી. એમાં બેરેક નં.6ના કાચાકામના કેદી ઈશાક બિલાલ બદામ એકદમ ઉશ્કેરાઈ જઈને આવેશમાં આવીને તેની પાસે રહેલા સ્પાર્ક ટેકનો કંપનીનો સિમ સહિતનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જમીન પર પટકીને તોડી પાડ્યો હતો.

ગોધરા સબ જેલમાંથી નવ મોબાઈલ ઝડપાતાં ચકચાર મચી ત્યાર બાદ બીજા કાચાકામના કેદી ખાલીદ બિરાદર સફી ઝભા પાસે તપાસ કરતાં તેની પાસેથી લાવા કંપનીનો મોબાઇલ ફોન સહિતની વસ્તુઓ મળી આવી હતી, જ્યારે મિત પરેશકુમાર ભટ્ટ પાસે એક કેચાડા કંપનીનો સિમ વગરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ત્યાર બાદ સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન બેરેક નં.44ની તપાસ હાથ ધરતાં તેમાંથી બિનવારસી કેચાડા કંપનીના 3 મોબાઈલ ફોન અને સેમસંગ કંપનીનો 1 મોબાઈલ, જ્યારે એક મોબાઇલ કચરાના ડબ્બામાંથી તૂટેલી હાલતમાં મળ્યો હતો. ત્યાર બાદ વધુ તપાસ બાદ એક MI કંપનીનો એક એન્ડ્રોઇડ મોબાઇલ પ્લાસ્ટિકની થેલીમાં લપેટાયેલી હાલતમાં સંડાસમાંથી મળી આવ્યો હતો. આમ તમામ બેરેકની તપાસ દરમિયાન 9 જેટલા મોબાઈલ ફોન સબ જેલમાંથી મળી આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. એમાં પોલીસે અંદાજિત 4600 રૂપિયાના મોબાઇલના મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલ સબ જેલમાં કેવી રીતે ઘુસાડવામાં આવ્યા? સબ જેલમાંથી મળી આવેલા મોબાઈલ સહિત વસ્તુઓની FSL ખાતે ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે, જેના દ્વારા વધુ માહિતી બહાર આવી શકે તેમ છે. કેદીઓ દ્વારા અનઅધિકૃત રીતે વાપરવામાં આવેલા ફોનનો અન્ય જગ્યાએ એનો દુરુપયોગ તો કર્યો નથી ને? તેમજ મોબાઈલ ફોન સબ જેલમાં કેવી રીતે ઘુસાડવામાં આવ્યા અને આ મોબાઈલ ફોન ઘુસાડવા માટે જેલ ખાતાના કોઈ કર્મચારી કે અન્ય કોઈની તો સંડોવણી તો નથી ને? એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો