પાવાગઢ મહાકાળી મંદિરમાં નવરાત્રિ દરમિયાન દર્શનમાં ફેરફાર:સવારે 4થી રાત્રે 8 વાગ્યા સુધી દર્શન, 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી વિશેષ સમયપત્રક
રાજુ સોલંકી | પાવાગઢ પંચમહાલ1 વર્ષ પેહલા
Loading advertisement...
પાવાગઢ સ્થિત શક્તિપીઠ શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટે આગામી આસો નવરાત્રિ 2025 માટે દર્શનનો સમય જાહેર કર્યો છે. દેશની 51 શક્તિપીઠો પૈકી એક એવા આ મંદિરમાં નવરાત્રિ દરમિયાન લાખો ભક્તો દર્શન માટે આવે છે.
Loading advertisement...
ટ્રસ્ટે જાહેર કરેલા સમયપત્રક મુજબ, 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી મંદિર સવારે 4થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. નવરાત્રિના પ્રથમ દિવસે 20 સપ્ટેમ્બરે સવારે 5 વાગ્યે મંદિર ખુલશે.
અમાસ અને એકમના દિવસે પણ સવારે 5 વાગ્યાથી દર્શન શરૂ થશે. 28 સપ્ટેમ્બરે સવારે 4 વાગ્યે મંદિર ખુલશે, જે નવરાત્રિ દરમિયાન સૌથી વહેલો સમય છે. આ વિશેષ સમયપત્રક ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
.
