Fri, Nov 20, 2026Updated 06:00 PM IST
Google Preferred Source CTA

ગોધરા નજીક 14 ફૂટનો અજગર મળ્યો:વન વિભાગ અને વોઈસ ઓફ નેચર ફાઉન્ડેશનની ટીમે રેસ્ક્યૂ કરી જંગલમાં છોડ્યો

આમિર ભગત | પંચમહાલ (ગોધરા)2 કલાક પેહલા
Loading advertisement...

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બાંધેલી ગામ નજીક 14 ફૂટ લાંબો અજગર મળ્યો હતો. વન વિભાગ અને વોઈસ ઓફ નેચર ફાઉન્ડેશનની ટીમે તેને રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડી દીધો હતો.

Loading advertisement...

અજગર દેખાતાં સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જાણ થતાં ગોધરા વન વિભાગના કર્મચારીઓ અને ફાઉન્ડેશનની રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી.

ટીમે સાવચેતી સાથે અજગરને પકડી લીધો હતો. ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓની હાજરીમાં તેને જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી. સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો