Mon, Nov 16, 2026Updated 02:24 PM IST
Google Preferred Source CTA

ગોધરાના ટીંબાગામમાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી:મેરા ભારત ગોધરા અને અવિનાશી ભાસ્કર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

Raju Solanki | ગોધરા2 વર્ષ પેહલા
Loading advertisement...

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટીંબાગામમાં ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત મેરા ભારત ગોધરા, અવિનાશી ભાસ્કર ચેરીટેબલ ટ્રસ્ટ અને બંધુતા ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Loading advertisement...

કાર્યક્રમની શરૂઆતમાં ડૉ.આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ગામના વડીલ સેવાભાવી ગોપાલ પટેલે બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના જીવનમાંથી પ્રેરણાદાયી પ્રસંગો વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓ અને નાગરિકોના મૂળભૂત અધિકારો વિશે પણ માહિતી આપી.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ગૌરાંગ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય અમિત પરમાર, માજી સરપંચ ધમેશ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મેરા યુવા ભારત ગોધરાના જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈ ચોરમલે કાર્યક્રમનું માર્ગદર્શન કર્યું હતું. સમાજના યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો