Fri, Nov 27, 2026Updated 01:57 PM IST
Google Preferred Source CTA

અકસ્માત:કાલોલ જીઆઈડીસી પાસે આઇશર સાથે બાઈક ભટકાતાં બાઇક ચાલકનું મોત

કાલોલ2 મહિનો પેહલા
Loading advertisement...

કાલોલ જીઆઈડીસી કોલોની સામે રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલી બાઈક સામેથી આવતી આઈશર ગાડી સાથે અથડાતાં બાઈક ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આઈશરના ચાલકે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Loading advertisement...

કાલોલ-ડેરોલ સ્ટેશન રોડ પર જીઆઈડીસી કોલોની પાસેના રોડ પર તા. 2 ઓક્ટોબર 2026ના રોજ મોડી સાંજના અરસામાં આઈશર ગાડીના ડ્રાઈવર અફજલ ઈસ્માઈલ સૈયદ અને કન્ડક્ટર ઈન્દ્રજીત વસાવા સુરતથી ડાકોર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ડેરોલ સ્ટેશન તરફથી એક બાઈક ચાલક રોંગ સાઈડમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે ધસી આવ્યો હતો.

બાઈક ચાલકે આઈશરની ડાબી સાઈડે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર ઉછળીને આઈશરના કેબિન સાથે અથડાઈને રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

મૃતક બાઈક ચાલકની ઓળખ અજય દીનાનાથ પાસવાન (મૂળ રહે.ગોરખપુર, ઉત્તરપ્રદેશ) તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં 108 અને 112 જનરક્ષક વાહન સ્થળ પર પહોંચી ગયા હતા. કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો