બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો નવમો પાટોત્સવ સંપન્ન:જલાલપુર વિસ્તારમાં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સાકાર થયેલ મંદિર
નટવર શમજીભાઈ ચાવડા | નવસારી1 મહિનો પેહલા
Loading advertisement...
જલાલપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો નવમો પાટોત્સવ પૂર્ણકામ સ્વામી, ધર્મ વિવેક સ્વામી, નિર્ગુણ સ્વરૂપ સ્વામી અને મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરીમાં ઉજવાયો. વેદોક્ત વિધિ સાથે પ્રથમ પૂજન કરાયું.
Loading advertisement...
ત્યારબાદ ભગવાનની મૂર્તિઓને જલાભિષેક અને પૂજન કરવામાં આવ્યું. ભગવાન સમક્ષ વિવિધ ભોગનો અન્નકૂટ ધરાવી સંતો અને હરિભક્તોએ આરતી કરી. આ રીતે મંદિરનો નવમો પાટોત્સવ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો.
Loading advertisement...
બીએપીએસના મંદિરોમાં આરતી, ભજન, સત્સંગ સાથે બાળ સંસ્કાર કેન્દ્ર, યુવા સભા અને વડીલો માટે સત્સંગ જેવી પ્રવૃત્તિઓ ચાલે છે.
અહીં સમાજસેવા, તબીબી સેવા અને શિક્ષણ સેવા પણ અપાય છે. સંતો બાળકો-યુવાનો માટે શિક્ષણ અને કારકિર્દી સેમિનાર યોજે છે. મંદિર સમાજ ઘડતરની પાઠશાળા સમાન છે.
.
