Mon, Nov 16, 2026Updated 02:00 PM IST
Google Preferred Source CTA

ધારાસભ્ય સામે ફરિયાદ:ફાયર બ્રિગેડ અને પોલીસના વાહનો સહિત ખાનગી સંપત્તિને નુકશાન પહોંચાડવા બદલ MLA અનંત પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ

નવસારી4 વર્ષ પેહલા
Loading advertisement...

ગત 8મી સપ્ટેમ્બર ના રોજ ખેરગામ બજારમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેના પ્રત્યાઘાત સ્વરૂપ આદિવાસી સમાજના લોકોને ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં ખેરગામ ના દશેરા ટેકરી વિસ્તારમાં ભેગા થયા હતા અને આરોપીને પકડવાની માંગ ઉગ્ર બની હતી. ત્યારે આવેશમાં આવેલા ટોળાએ ફાયર બ્રિગેડ સહિત પોલીસના વાહન અને ખાનગી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું જે મામલે ખેરગામ પોલીસ મથકમાં ધારાસભ્ય અનંત પટેલ અને ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Loading advertisement...

ખેરગામમાં ધારાસભ્ય આનંત પટેલે હુમલાખોરો વિરુદ્ધ ખેરગામમાં પોલીસ ફરિયાદ આપી છે ત્યારે જેની સંપત્તિને નુકસાન પહોચાડવામાં આવ્યું તેમણે પણ ફરિયાદી બનીને ધારાસભ્ય સહિત ટોળા વિરુદ્ધ ફરિયાદ આપી છે બે દિવસ અગાઉ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ હોસ્પિટલમાંથી રજા મેળવી હાલ ઘરે આરામમાં છે ત્યારે તેમના વિરુદ્ધ પણ ફરિયાદ થતા હવે ખેરગામમાં સામસામે ફરિયાદ નોંધાઇ છે.

ખેરગામમાં અનંત પટેલ ઉપર હુમલો થયા બાદ ટોળાએ હાર્ડવેર ની દુકાન સળગાવી હોવાના આક્ષેપો પણ થયા છે તો સાથે જ ફાયર બ્રિગેડ ની નવી નકોર ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તો પોલીસના વાહનો પણ ને નુકસાન પહોંચાડવા મામલે ફરિયાદ કરવામાં આવી છે.

ધારાસભ્ય અનંત પટેલે ખેરગામ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ હુમલામાં સામેલ આરોપી ભીખુ આહીર સહિત અન્ય ઈસમો હજી પોલીસ પકડથી દૂર છે ત્યારે ધારાસભ્ય અનંત પટેલ સામે દાખલ થયેલી ફરિયાદ પ્રકરણમાં ધરપકડ થાય છે કેમ તે જોવું રહ્યું.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો