Mon, Nov 16, 2026Updated 06:30 PM IST
Google Preferred Source CTA

મોરબી જલારામધામમાં જન્મજયંતિએ કાર્યક્રમો યોજાયા:જલારામ બાપાની 227મી જન્મજયંતિએ પાણીના વાલ્વ ખોલતા કર્મચારીઓએ કેક કાપી

હિમાંશુ ભટ્ટ | મોરબી1 કલાક પેહલા
Loading advertisement...

મોરબીના જલારામ ધામમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે કેક કટિંગ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા. આ વર્ષે મહાનગરપાલિકામાં પાણીના વાલ્વ ખોલવાનું કામ કરતા કર્મચારીઓએ કેક કાપી હતી.

Loading advertisement...

કારતક સુદ સાતમના રોજ સવારે 6 વાગ્યે પ્રભાતધૂન અને 10 વાગ્યે અન્નકૂટ દર્શન યોજાયાં હતાં. બપોરે 11:30 વાગ્યે કેક કટિંગ, 12 વાગ્યે મહાઆરતી અને 12:40 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નિર્મલભાઈ જારિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ નૈમિષભાઈ પંડિત, મોરબી મહાનગરપાલિકાની માર્કેટ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ઘેલાણી અને મહાનગરપાલિકાના કોર્પોરેટર મેઘાબેન દીપકભાઈ પોપટ હાજર રહ્યાં હતાં. રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી સહિત સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Loading advertisement...

જલારામ ધામમાં દર વર્ષે જયંતિ નિમિત્તે સમાજના અલગ-અલગ વર્ગના લોકોને આમંત્રિત કરીને તેમના હસ્તે કેક કાપવામાં આવે છે. અગાઉ મનોવિકલાંગ બાળકો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, અંધજનો, ભિક્ષુકો, શહીદ પરિવારો, વૃદ્ધાશ્રમના વડીલો, અનાથાશ્રમની બાળાઓ, કિન્નરો, મહિલા ટ્રાફિક બ્રિગેડ, શારીરિક રીતે અક્ષમ આત્મનિર્ભર મહિલાઓ, ફાયર બ્રિગેડના જવાનો, હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય વેઇટ્રેસ, પીજીવીસીએલના વાયરમેન, એસટી વિભાગની મહિલા કંડક્ટર અને મહિલા નર્સિંગ સ્ટાફને આમંત્રિત કરાયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા ગિરીશભાઈ ઘેલાણી, હરેશભાઈ રાજા, હસમુખભાઈ પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ અને ચિરાગભાઈ રાચ્છ સહિતના સમાજના આગેવાનોએ મહેનત કરી હતી.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો