Sat, Nov 28, 2026Updated 09:02 AM IST
Google Preferred Source CTA

વિસનગર ST ડેપોમાં સખીમંડળના ગ્રામ-હાટ સ્ટોલનું ઉદ્ઘાટન:તાલુકા પંચાયત પ્રમુખ ઇન્દ્રવદન પટેલે કર્યું લોકાર્પણ, મહિલાઓને મળશે કાયમી વેચાણ સ્થળ

મહમદ ઇલિયાશા સલિમશા ફકીર | વિસનગર2 મહિનો પેહલા
Loading advertisement...

વિસનગર ST ડેપોમાં રવિવારે ગ્રામ-હાટ સ્ટોલનું ઉદ્ઘાટન કરાયું. ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળની GLPC દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના મિશન મંગલમ્ અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખ ઇન્દ્રવદન કે.પટેલે આ સ્ટોલનું લોકાર્પણ કર્યું.

Loading advertisement...

આ પ્રસંગે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કેતુલભાઈ પટેલ, જિલ્લા એ.પી.એમ. રમેશભાઈ પટેલ, ST ડેપોના એ.ટી.આઈ ગોસ્વામી, ટી.એલ.એમ જયશ્રીબેન રાવલ અને સખીમંડળની બહેનો હાજર હતી.

આ યોજનાનો હેતુ ગ્રામીણ સખીમંડળની બહેનોને આત્મનિર્ભર બનાવવાનો છે. તેઓ અથાણાં, પાપડ, હસ્તકલા જેવા ઉત્પાદનો બનાવે છે. ગ્રામ-હાટ દ્વારા તેમને કાયમી વેચાણ સ્થળ મળશે.

ડી.એલ.એમ. રણજીતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ આ સ્ટોલ કાર્યરત થયો છે. ટી.એલ.એમ. જયશ્રીબેન રાવલે નાગરિકોને ST ડેપોના ગ્રામ-હાટની મુલાકાત લઈને બહેનોને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો