વિજાપુર બસ ડેપો સામેથી વૃદ્ધનું બજાજ ડિસ્કવર બાઈક ચોરાયું:મહાદેવ મંદિર દર્શન કરવા ગયેલા ગીરધરભાઈની ફરિયાદ પર તપાસ શરૂ
સૈયદ બુખારી | વિજાપુર, મહેસાણા2 મહિનો પેહલા
Loading advertisement...
વિજાપુર બસ ડેપો સામે નગરપાલિકા કોમ્પ્લેક્સ નજીકથી એક બાઈક ચોરાઈ ગયું. મહાદેવ મંદિર દર્શન કરવા ગયેલા ગીરધરભાઈ પટેલનું બજાજ ડિસ્કવર મોટરસાઇકલ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો. આ અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
Loading advertisement...
વિજાપુરના મણિપુરા રોડ પર રહેતા ગીરધરભાઈનું કાળા રંગનું બજાજ ડિસ્કવર મોટરસાઇકલ (GJ-02-BA-2388) વર્ષ 2011માં પુત્રવધૂને ભેટમાં મળ્યું હતું. તેની અંદાજિત કિંમત 55 હજાર રૂપિયા છે.
ગત 11 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે ગીરધરભાઈ પૌત્રને કોલેજ મૂકી મહાદેવ મંદિર દર્શન કરવા ગયા. તેમણે બાઈક નગરપાલિકા કોમ્પ્લેક્સ પાસે પાર્ક કર્યું. બપોરે પાછા ફરતા બાઈક ત્યાં નહોતું.
આસપાસ તપાસ કરવા છતાં બાઈક ન મળતા, 27 દિવસ પછી ગીરધરભાઈએ ઈ-એફઆઈઆર નોંધાવી. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
.
