Mon, Nov 16, 2026Updated 02:21 PM IST
Google Preferred Source CTA

સગીરાના આપઘાત કેસમાં આરોપીને 20 વર્ષની સજા:સતત પીછો-ધમકીથી કંટાળેલી સગીરાએ ડીઝલ છાંટી પોતાનો જીવ લીધો; પીડિતાના પરિવારને 5 લાખનું વળતર

મહેસાણા2 વર્ષ પેહલા
Loading advertisement...

મહેસાણા સેશન્સ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જોટાણાના મોયણ ગામમાં બનેલા કેસમાં આરોપી અજય ઠાકોરને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.સાથે જ રૂ.1.50 લાખનો દંડ ફટકાર્યો છે. આરોપી સગીરાને લગ્ન માટે દબાણ કરતો અને અપહરણ કરવાની ધમકી આપતો હતો. જેથી સગીરાએ ડીઝલ છાંટી સળગીને આપઘાત કર્યો હતો.

Loading advertisement...

સગીરાને માનસિક ત્રાસ આપતો ફેબ્રુઆરી 2022માં બનેલી આ ઘટનામાં આરોપી અજય ઠાકોર એક સગીરાને માનસિક ત્રાસ આપતો હતો. તે વારંવાર સગીરાનો પીછો કરતો અને લગ્ન કરવા દબાણ કરતો હતો. જો લગ્ન નહીં કરે તો અપહરણ કરવાની અને ખૂન કરી નાખવાની ધમકીઓ આપતો હતો.

સગીરાએ ડીઝલ છાંટી આપઘાત કર્યો સતત માનસિક ત્રાસથી કંટાળીને સગીરાએ ફાયટરીયા મશીનનું ડીઝલ છાંટીને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં સરકારી વકીલ સી.બી.ચૌધરીની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને પોક્સો એક્ટ અને ફોજદારી ધારા હેઠળ સજા ફટકારી છે.

પીડિતાના પરિવારને 5 લાખનું વળતર ચૂકવવા હુકમ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સાથે રૂ.1.50 લાખનો દંડ ફટકાર્યો છે. વધુમાં, પીડિતાના પરિવારને રૂ.5 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ ચુકાદો સમાજમાં એક મજબૂત સંદેશ આપે છે કે સગીરાઓની સતામણી અને દુષ્પ્રેરણાના ગુનાઓ માટે કડક સજા થશે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો