Fri, Nov 27, 2026Updated 06:13 PM IST
Google Preferred Source CTA

મહેસાણાના કડી તાલુકામાં બાવલુ પોલીસનો સપાટો:વેકરા ઇન્દિરાનગરના રહેણાંક મકાનમાંથી 1.527 કિલો ગાંજો ઝડપાયો, ₹82,860ના મુદ્દામાલ સાથે એક શખસ સકંજામાં

મહેસાણા46 મિનિટ પેહલા
Loading advertisement...

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વેકરા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગાંજો છુપાવી તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ કરતા એક શખ્સને બાવલુ પોલીસે ગાંજાના જથ્થા સહિત ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી ગાંજો, રોકડ, મોબાઈલ અને વજન કાંટા સહિત કુલ ₹82,860નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર અંબાજીના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Loading advertisement...

ઘરના રસોડામાંથી ₹76,350ની કિંમતનો ગાંજો મળી આવ્યો બાવલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવાના માર્ગદર્શન હેઠળ PSI એસ.કે. જાડેજા તેમજ સર્વેલન્સ સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાજુજી પુનાજીને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કડી તાલુકાના વેકરા ઇન્દિરાનગર ખાતે રહેતા રાવળ તુલસીભાઈ હમીરભાઈ પોતાના રહેણાંક મકાનમાં ગાંજો છુપાવી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે બાવલુ પોલીસે સરકારી પંચોને સાથે રાખી વેકરા ઇન્દિરાનગર ખાતે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન ઘરે હાજર 40 વર્ષીય આરોપી તુલસીભાઈ હમીરભાઈ રાવળને સાથે રાખી મકાનની ઝડતી લેતા રસોડામાંથી વગર પાસ-પરમિટે લીલાશ પડતા ભૂખરા રંગનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેનું ચોખ્ખું વજન 1.527 કિલોગ્રામ અને અંદાજિત કિંમત ₹76,350 થાય છે.

વજન કાંટો, પ્લાસ્ટિકની બેગીઓ સહિત મુદ્દામાલ જપ્ત પોલીસે ઘટનાસ્થળેથી ગાંજાના જથ્થા ઉપરાંત ખાલી થેલીઓ, પ્લાસ્ટિકની બેગીઓ, વજન કાંટો (₹500), ઓપો કંપનીનો મોબાઈલ ફોન (₹5,000), રોકડા ₹1,010 તેમજ ઓળખના દસ્તાવેજો મળી કુલ 82,860નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો છે.

પૂછપરછ દરમિયાન આ ગાંજાનો જથ્થો ડુંગરપુર-અંબાજી ખાતે રહેતા પ્રભુલાલ ભગોરાએ પૂરો પાડ્યો હોવાનું ખુલ્યું હતું, જે સ્થળ પર હાજર મળી આવ્યો નહોતો. આ મામલે બાવલુ પોલીસ મથકે પકડાયેલા આરોપી તુલસીભાઈ રાવળ અને વોન્ટેડ આરોપી પ્રભુલાલ ભગોરા વિરુદ્ધ NDPS એક્ટ 1985ની કલમ 8(સી), 20(બી)(2)(બી) તથા 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો