Sat, Nov 21, 2026Updated 08:15 PM IST
Google Preferred Source CTA

ફૂડ વિભાગની કાર્યવાહી:મહેસાણા જિલ્લા ફૂડ વિભાગનો સપાટો, હાઈ-વે પરની 37 હોટલોમાં તપાસ, 7ને નોટિસ અને 15 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

મહેસાણા52 મિનિટ પેહલા
Loading advertisement...

મહેસાણા જિલ્લાના વડનગરથી ગાંધીનગર હાઈવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને યોગ્ય અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તેમજ લોકોની સુખાકારી જળવાઈ રહે તે હેતુથી મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ 18 નવેમ્બરથી 21 નવેમ્બર દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 37 ખાદ્ય પેઢીઓ અને હોટલો પર ફૂડ વિભાગની ટીમો ત્રાટકી હતી.આ તપાસ દરમિયાન ક્ષતિઓ જણાતા 7 હોટલોને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે અને કુલ 15 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.

Loading advertisement...

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે કાર્યવાહી ચાલુ ફૂડ વિભાગની આ કાર્યવાહી અંતર્ગત જે 7 પેઢીઓને સ્વચ્છતા અને ગુણવત્તા સુધારવા માટે ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે, તેમાં ગોઝારીયા સ્થિત વી24 લીટલ બાઈટ ફુડ કોર્ટ અને હોટલ કારગીલ, ડાભલા ચોકડી સ્થિત ધનપાલ રેસ્ટોરન્ટ, મહેસાણાની હોટલ ન્યુ જનપથ, મોટીદાઉ સ્થિત હોટલ કોનકોર્ડ તેમજ નંદાસણની હોટલ એપલ અને હોટલ સ્વાગત ઢાબાનો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન મોટીદાઉ ખાતે આવેલી હોટલ કોનકોર્ડમાંથી અખાદ્ય જણાયેલો 10 કિલોગ્રામ કાજુકણી અને 5 લીટર ક્રીમનો જથ્થો મળી આવતા ફૂડ વિભાગની ટીમ દ્વારા તેનો તાત્કાલિક અસરથી નાશ કરવામાં આવ્યો હતો. મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસરના જણાવ્યા અનુસાર જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે આગામી સમયમાં પણ આ પ્રકારે કડક તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો