Mon, Nov 16, 2026Updated 06:30 PM IST
Google Preferred Source CTA

દિવાળીના મીની વેકેશન બાદ કડી માર્કેટ યાર્ડમાં ડાંગરની ધમધમતી આવક:400થી વધુ વાહનો સાથે 17 હજાર બોરીની આવક, ભાવ પ્રતિ મણ રૂ.915 સુધી પહોંચ્યા

મહેસાણા59 મિનિટ પેહલા
Loading advertisement...

દિવાળીના તહેવારો અને મીની વેકેશન બાદ કડીના સરદાર પટેલ કોટન માર્કેટ યાર્ડમાં ફરી ધંધા-રોજગારનો ધમધમાટ શરૂ થયો છે. સોમવારથી માર્કેટ યાર્ડમાં વેપારીઓએ મુહૂર્ત કરીને હરાજીનો પ્રારંભ કર્યો હતો. વેકેશન બાદ માર્કેટ યાર્ડ ખુલતાંની સાથે જ ડાંગરની મબલખ આવક નોંધાઈ હતી. પ્રથમ દિવસે જ 400થી વધુ વાહનોમાં ખેડૂતો ડાંગર લઈને પહોંચ્યા હતા અને કુલ 17,000 બોરી ડાંગરની આવક નોંધાઈ હતી.

Loading advertisement...

વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી કડીના છત્રાલ રોડ પર આવેલા સરદાર પટેલ કોટન માર્કેટ યાર્ડમાં કડી સહિત દેત્રોજ, બહુચરાજી, જોટાણા, માંડલ, સાણંદ સહિતના વિસ્તારોમાંથી ખેડૂતો ચોમાસાની સિઝનમાં પોતાના ખેતરમાં પકવેલી ડાંગરનું વેચાણ કરવા ઉમટી પડ્યા હતા. દિવાળીના મીની વેકેશન બાદ હરાજી શરૂ થતાં યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

ભાવ પ્રતિ મણ રૂ.915 સુધી પહોંચ્યા માર્કેટ યાર્ડમાં ડાંગરની વિવિધ જાતોની હરાજી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત-13 જાતના ડાંગરના ભાવ પ્રતિ મણ રૂ.630થી રૂ.656 સુધી નોંધાયા હતા. ગુજરી જાતના ભાવ રૂ.450થી રૂ.550 સુધી રહ્યા હતા, જ્યારે શ્રીરામ જાતના ડાંગરના ભાવ રૂ.800થી રૂ.915 સુધી પહોંચ્યા હતા.

સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ વેકેશન બાદ પ્રથમ દિવસે જ ડાંગરની મોટા પ્રમાણમાં આવક અને કેટલીક જાતોમાં સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં પણ ડાંગરની આવક વધવાની શક્યતા વચ્ચે કડી માર્કેટ યાર્ડમાં ફરી કૃષિ જણસોના વેપારની રોનક જોવા મળી રહી છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો